________________
સ્નેહ સ્વીકાર
૧૩પ
ઉતાવળ કરી છે અથવા તે તેમ કરવામાં હું ભૂલું છું એમ આપ શા ઉપરથી કહે છે ?”
“તમે વિચાર કરો કે જ્યારે મેં સર્વ ભોગવિલાસને ત્યાગ કરીને સાધુજીવન ગુજારવાનો નિશ્ચય કર્યો છે અને જયાંસુધી મેવાડને પુનરુદ્ધાર ન થાય ત્યાંસુધી મારાથી સંસારનાં સુખોને સ્વીકાર થાય નહિ, જ્યારે મારી આવી પ્રતિજ્ઞા છે, ત્યારે આવી સ્થિતિમાં તમે મને ચાહીને શું કરશો ? તમે મને ચાહો કે ન ચાહો એ બને સરખું જ છે; કારણ કે મારા વર્તમાન સાધુ-જીવનમાં હું તમારે સતીકાર કરી શકું તેમ નથી અને તેથી જ હું કહું છું કે તમે મને ચાહવામાં ઉતાવળ કરી છે. મેવાડના મહારાણુને મોહીને જે તમે મને ચાહતા હે, તે તેમાં પણ તમારી ભૂલ થાય છે; કારણકે મેવાડના મહારાણાનું પદ હું ઈ બેઠો છું. અત્યારે મેવાડનું એક નગર, એક કિલ્લે કે એક નાનું સરખું ગામડું પણ મારા કબજામાં નથી. એ ઉપરાંત મારાં ધન-દેલત-સુખ સંપત્તિ ઈત્યાદિને પણ નાશ થયે છે અને તમે મને ચાહીને તેના બદલામાં મારો પ્રેમ સંપાદન કરીને જે સુખની આશા રાખી હશે, તેમાં તમને નિરાશા મળશે. અલકાસુંદરી ! આ બધી વસ્તુસ્થિતિને વિચાર કરી મને ચાહવાનું છોડી દે અને હું આગ્રહપૂર્વક કહું છું કે તેમ કરવામાં જ તમારું કલ્યાણ છે.” પ્રતાપસિંહે સવિસ્તર હકીકત કહીને તેને સલાહ આપી.
અલકાસુંદરીએ આ સાંભળીને એક નિઃશ્વાસ મૂક્યો. તેણે કાંઈક દિલગીરી ભરેલા અવાજે કહ્યું. “એક સ્ત્રી જે એક પુરુષને તેના ઐશ્વર્ય અને તેની સંપત્તિને માટે ચાહતી હોય, તે તે તેને પ્રેમ નહિ; કિન્તુ મેહ જ છે અને તે અધમ છે–સ્વાથી છે. મહારાણું ! હું આપને ચાહું છું, તે આપના પદને કે આપના વૈભવવિલાસને માટે નહિ, પરંતુ આપના દેવી ગુણને અને આપની સ્વદેશસેવાની દઢ પ્રતિજ્ઞાને માટે જ ચાહું છું અને તેથી આપ સાધુ હો કે સંન્યાસી છે, ગરીબ હો કે તવંગર હો, મહારાણું હે કે સામાન્ય રાજપૂત હો અને સુખી હો કે દુઃખી તે તરફ મારે શા માટે ધ્યાન આપવું જોઈએ ? મહારાણું! આપને ચાહવામાં મેં સુખની લાલસા રાખી જ નથી અને તેથી આપે જે સર્વ ભોગવિલાસને ત્યાગ કરીને સાધુજીવન ગુજારવાનો નિશ્ચય કર્યો હોય, તો તેની મને શી દરકાર છે? આપ જેવા નરકો અને પુરુષોત્તમ પુરુષનાં પવિત્ર ચરણેની સેવા