________________
સ્નેહ સ્વીકારે
૧૩૩
એને જાણીને હું શું કરીશ, એ સવાલ નિરાળે છે; પરંતુ તમારો મારા તરફ શા કારણથી પક્ષપાત થયું છે, એ જાણવાને તે હું બહુ જ આતુર છું.” પ્રતાપસિંહે ઉત્તર આપે.
અલકાએ વિચાર કર્યો કે હવે ધીરે ધીરે અગત્યના સવાલ ઉપર આવવાની અગત્ય છે અને તેથી તેણે કહ્યું. “મહારાણા! આપની પ્રત્યે મારો પક્ષપાત ખાસ કરીને શા કારણથી છે. તે હું બરાબર જાણતી નથી; હું જાણું છું માત્ર એટલું જ કે આ૫ મેવાડના પુણ્યક મહારાણું છે, દેવી પુરુષ છે, વીરશિરામણું છે અને સર્વગુણસંપન્ન રાજેન્દ્ર છે. આપની પ્રત્યેના મારા પક્ષપાતનું આથી અન્ય કારણ આપ શું જાણવા માગે છે ?”
“અલકાસંદરી !” પ્રતાપસિંહે કહ્યું. “એક માણસની માત્ર મોઢેથી પ્રશંસા કરવી, એ કાંઈ તેની તરફના પક્ષપાતનું ખરું કારણ નથી.”
“મહારાણું !” અલકાએ જરા સ્પષ્ટતાથી કહ્યું. “એક પુરુષ તરફ એક સ્ત્રીને કોઈ પણ પ્રકારના ખાસ કારણ વિના પક્ષપાત હોવાનું પ્રેમ-નેહ સિવાય બીજું શું કારણ હોઈ શકે ? આ૫ આવા સીધા અને સરલ વિષયને સમજી શકતા નથી, એ કેવી વાત ?”
અલકાસુંદરી ! તમારી મર્મયુકત વાતને બરાબર સમજી શકતો નથી; માટે તમારે જે કહેવાનું હોય, તે હજુ પણ વધારે સ્પષ્ટતાથી કહે, તેમાં શું કંઈ હરકત છે ?” પ્રતાપસિંહે જીજ્ઞાસાથી કહ્યું.
અલકા વિચારમાં પડી ગઈ. પિતાના મનથી વિચાર કર્યો કે હવે ખરી હકીકત કહ્યા સિવાય અર્થ સરે તેમ નથી. તેણે પોતાનાં વિશાળ લચતેને પ્રતાપસિંહને મુખ ઉપર સ્થાપીને અતિ મીઠા અને કોમળ સ્વરે કહ્યું.
મહારાણું ! આપના તરફ મારે પક્ષપાત લેવાનું કારણ માત્ર એટલું જ છે કે મેં મારા તન-મન અને ધન આપને અર્પણ કરવાનો નિશ્ચય કર્યો છે અને તેથી આપની હું જેટલી પ્રશંસા કરું તેટલી થોડી જ છે. આપને મેવાડના મહારાણું તે શું પરંતુ સમસ્ત ભારત વર્ષના રાજાધિરાજની ઉપમા આપું તો પણ તે મારા મનથી કાંઈ જ નથી.”
પ્રતાપસિંહે અજાયબ થઈને પૂછ્યું. “તમે તમારાં તન-મન અને ધન મને અર્પણ કરવાનો નિશ્ચય કર્યો છે. એટલે શું ? એને અર્થ શો છે ?”