________________
૧૩૨
મેવાડને પુનરુદ્ધાર
ઉપર નથી; હવે તે તેના બદલે સીધે-સાદે રાજપૂત પ્રતાપ જ છે અને તેથી તમે દેના દર્શન કરીને કૃતાર્થ થાઓ છો ?"
અલકાએ જવાબ આપ્યો. “મહાપુરુષ પોતાની પ્રશંસા સ્વમુખે કરતાં નથી; તેઓ તે હંમેશાં લઘુતા જ બતાવ્યા કરે છે અને એ જ એમની પ્રભુતાનું લક્ષણ છે. આપ ભલે પિતાને સીધાસાદા રજપૂત માનતા હે; પરંતુ હું તે આપને મેવાડના પુણ્યક મહારાણા ગણું છું અને તેથી આપનાં દર્શન કરીને કૃતાર્થ થઈ છું.”
અલકાસુંદરી! મારી પાસે નથી રાજપાટ કે વૈભવવિલાસ, નથી વિશાળ સૈન્ય કે નથી અખૂટ સંપત્તિ અને નથી ધનદેલત કે નથી રાજ્યચિન્હ, તે છતાં તમે મને મેવાડને મહારાણે શી રીતે ગણે છે ? તે હું સમજી શકતું નથી.” પ્રતાપસિંહે કહ્યું.
“એ વાત ખરી છે કે આપની પાસે એ બધાં બાહ્ય સાધન નથી; પરંતુ તેથી શું થઈ ગયું ? આપની એજસ્વિની મુખમુદ્રા, આપને ભવ્ય દેખાવ, આપની તીવ્ર આંખે, આપના આજાનુ બાહુ અને તે ઉપરાંત આપની સ્વમાન સાચવવાની દઢતા અને આપની મેવાડને ઉદ્ધાર કરવાની દઢ પ્રતિજ્ઞા આદિ હજુ પણ આપનામાં છે અને તેથી હું આપને જ મેવાડના મહારાણા ગણું છું.” અલકાએ જવાબ આપે.
આ વખતે હું મેવાડને મહારાણે નહિ હોવા છતાં પણ જ્યારે તમે મને ઠરાવો છો, ત્યારે મને લાગે છે કે તમારો મારા તરફ પક્ષપાત છે.” પ્રતાપસિંહે કહ્યું.
“હા આપ જે એને પક્ષપાત ગણતા હે, તે હું પણ તેને પક્ષપાતા ગણું છું.” અલકાએ કહ્યું.
પરંતુ મારા તરફ પક્ષપાત રાખવાનું તમને શું કારણ છે ?” પ્રતાપસિંહે પૂછ્યું.
અલકાએ ક્ષણવાર વિચાર કરીને જવાબ આપ્યો, “કારણ! કારણ તે કાંઈએ નથી; પરંતુ ગુણવાન પુરુષોને પણ પક્ષપાત કરતું નથી ?”
“એ ઠીક છે, પરંતુ કારણ તે કાંઈક હોવું જ જોઈએ.” પ્રતાપે કહ્યું.
“કદાચ હેય પણ ખરું; તે જાણીને આપ શું કરશે ?' અલકાએ અર્થસૂચક સ્વરે પૂછ્યું.