________________
સ્નેહ સ્વીકાર
૧૩૧
“અને જે તમે ઠાકોર રાયધવલના પુત્રી છે, તે મારા સમજવા પ્રમાણે તમારું નામ અલાસુંદરી છે, કેમ ખરું ને ?" પ્રતાપસિંહે પુનઃ પૂછયું.
અલકાની લજજા હવે પલાયન કરી ગઈ હતી. તેણે પિતાના અવનતા મુખને ઊંચું કરીને પ્રતાપસિંહના મુખ ઉપર પિતાના કમળ સમાન ને સ્થાપીને કહ્યું, “આપની ધારણું સત્ય છે. હું ઠાકાર રાયધવલની પુત્રી છું અને મારું નામ અલકાસુંદરી છે.”
મેં તમને આજસુધી નજરોનજર જોયા ન હતા અને તેથી અત્યાર આગમચ હું તમને ઓળખી શક્યા નહોતા; પરંતુ તમને જોતાં જ મેં જે કલ્પના કરી હતી, તે તમારા કથનથી સત્ય નીવડી છે. અલકાસુંદરી ! જેવું તમારું નામ છે, તેવું તમારું રૂપ પણ અલૌકિક છે.” પ્રતાપસિંહે આનંદસહ
કહ્યું.
અલકાસુંદરી પોતાનાં રૂપનાં વખાણ સાંભળીને શરમાઈ ગઈ. શરમથી તેના ગાલ ઉપર લાલ રંગની છટા વિલસી રહી.
પ્રતાપે તેને શરમાઈ જતી જોઈને કહ્યું “રાજકુમારી ! શા માટે શરમાઓ છે ? તમારા રૂપની મેં જે પ્રશંસા કરી છે, તે મિથ્યા નહિ; કિન્તુ કેવળ સત્ય છે અને તેથી તમારે શરમાવાનું કાંઈક કારણ નથી; પરંતુ તમે કોઈ દિવસ નહિ ને આજે સવારમાં વહેલા બાગમાં શા માટે આવ્યાં છે ? જ્યારથી અમે અહીં આવ્યા ત્યારથી આ બાગમાં હું હમેશાં દિલને આરામ આપવાને માટે સવારમાં આવું છું; પરંતુ આજ પર્યત તમને મેં જોયા નથી અને તેથી જ હું તમને એ સવાલ કરું છું.”
મહારાણાના પ્રશ્નને શો ઉત્તર આપવો તેની અલકાને સમજણ પડી નહિ અને તેથી તે નિરુત્તર રહી. તેને નિરુત્તર રહેલી જોઈને પ્રતાપસિંહે પુનઃ સવાલ કર્યો. “કેમ ઉત્તર આપતા નથી, અલકાસુંદરી ! શું તમે શરમાઓ છો ?”
અલકાએ વિચાર્યું કે હવે ઉત્તર આપ્યા સિવાય ચાલે તેમ નથી અને તેથી તેણે કહ્યું. “મેવાડના પુણ્યશ્લેક મહારાણાના દર્શન કરવાની ઈચ્છા હૃદયમાં કેટલાએ દિવસથી હતી અને તેથી એ ઇચ્છાને તૃપ્ત કરવાની ખાતર હું અત્રે આવી છું. આજ આપના પવિત્ર દર્શન કરીને હું કૃતાર્થ થઈ છું.”
પ્રતાપસિંહે હસીને કહ્યું, “વાહ, વાહ, રાજકુમારી! તમે ઉત્તર તો સારે આયે; પરંતુ મેવાડને પુણ્યશ્લોક મહારાણા પ્રતાપસિંહ આ દુનિયા