________________
સ્નેહ સ્વીકાર
૧૨૯
મારો સ્વભાવ જ છે એટલે તમે મનમાં કાંઈ લાવશે નહિ. મને લાગે છે કે આ ચિંતામાંથી મુક્ત થવાના બે ઉપાય છે. એક તે એ છે કે તમારા માતાપિતાના કાને તમારા પ્રેમની વાત પહોંચાડવી અને તેમની પાસેથી તેની કબૂલાત લેવી અને બીજો ઉપાય એ છે કે મહારાણના પ્રેમને જીતો. હવે પેલા ઉપાયને તે હું અજમાવી જોઈશ; પરંતુ બીજા ઉપાયને તમારે અજમાવવો પડશે. કેમ ખરું કે નહિ ?”
રાજકુમારી એ સાંભળીને ક્ષણ વાર નિરુત્તર રહી. તે પછી તેણે કહ્યું. “બરાબર છે. જે માતાપિતાની પાસેથી તું મારી વાતની કબૂલાત મેળવીશ તે હું બીજે ઉપાય અજમાવી જોઈશ; પછી બને તે ખરું.'
“તો માતુશ્રીને આજે જ તમારા પ્રેમની વાત કહીને તથા તેમને બરાબર સમજાવીને કબૂલાત મેળવી લઈશ; પરંતુ તમે મહારાણુના પ્રેમને શી રીતે જીતશે?” લલિતાએ પૂછયું.
પણ એ જ વિચાર કરી રહી છું કે તેમના પ્રેમને મારે શી રીતે છતો ? તું કાંઈ ઉપાય બતાવીશ ?” અલકાસુંદરીએ સામે સવાલ કર્યો.
એને ઉપાય છે એ જ છે કે તમે કોઈ પણ રીતે તેમને એકાંતમાં મળે અને વખત જોઈને તમારા દિલની વાત તેમને કરો. આ સિવાય બીજે ઉપાય મારા સમજવામાં આવતો નથી.” લલિતાએ ઉપાય દર્શાવ્યો.
પરંતુ મારાથી તેમને શી રીતે મળાય ? અને મળવાનું કદાચ બને, તો પણ દિલની વાત તેમને શી રીતે કહી શકાય ?” અલકાએ પુનઃ પૂછ્યું,
મારા સમજવા પ્રમાણે તેમને બાગમાં આવવાનો સમય થઈ ગયો છે અને તે આવ્યા પછી હું જોઉં છું કે તેમને મળતાં અને તેમની સાથે વાત કરતાં તમને કેવીક લન્સ આવે છે ? નાહક ઢોંગ શા માટે કરી રહ્યાં છો ? પોતાના પ્રેમ પાત્રને મળવાને માટે તો આતુર થઈ રહ્યાં છે અને વળી ભાવ શું કામ ખાઓ છો ?” લલિતાએ સ્મિત હાસ્ય કરીને કહ્યું.
ઠીક, લલિતા ! તું કહે તે ખરું. હું તેમને મળવાને માટે જ અત્રે આવી છું, પછી છે કાંઈ ?” અલકાએ આડંબરને ત્યાગ કરીને કહ્યું.
હવે કેવા ઠેકાણે આવ્યાં ?” એમ કહી લલિતાએ આસપાસ જોઈને સૂચના કરી. “જુઓ, અલકાબહેન ! સામેથી તમારા મનના માલિક આવે છે, તેની સાથે બરાબર વાર્તાલાપ કરજો અને તેમને તમારા પ્રેમપાસમાં જરૂર