________________
સ્નેહ સ્વીટર
૧૨૭
એમ કહી લલિતા જરા ચાલી એટલે રાજકુમારીએ તેને પાલવ પકડી રાખીને કહ્યું. “કયાં જાય છે, લલિતા ? શું તને મારા ઉપર રીસ ચડી છે?”
હાસ્તો; વાતને મારાથી છુપાવો છો શા માટે લલિતાએ જવાબ આપ્યો.
“મારી સખી !” રાજકુમારી તેને પિતાની પાસે બેસારતાં કહ્યું. “તારાથી મેં કઈ વાતને છૂપી રાખી છે કે આ વાત તને ન કહું !”
તો પછી ઝટ કહી નાંખને ? મેંઘા શા માટે થાઓ છો અલકાબહેન ” લલિતાએ મજાક કરતાં કહ્યું.
તું સાંભળ તે ખરી; હું તને એ જ વાત કહું છું. મેવાડના મહારાણા પ્રતાપસિંહ દુઃખના માર્યા પણ અતિથિ થઈને આવ્યા છે અને પિતાજીએ તેમને આશ્રય આપ્યો છે એ વાતને તો તું જાણે છે ને ?' અલકાસુંદરીએ વાતની શરૂઆત કરી.
હા, એ તો હું જાણું છું, પરંતુ તેથી તમે શું કહેવા માગે છે ?” લલિતાએ અધિરથી પૂછયું.
એ જ કે હું તે મહારાણાને ચાહું છું અને તે હમણુથી નહિ પરંતુ આજથી બે વર્ષ પહેલાં જયારે તેમની સ્વદેશપ્રીતિની અપૂર્વ વાત મેં સાંભળી હતી ત્યારથી તેમને ચાહું છું. મોગલેના ત્રાસથી કંટાળી અને તેમનાથી પરાજય પામીને તેમનું અચાનક આગમન અહીં થવાથી જે કે તેમને પ્રેમ સંપાદન કરવાને મને સરલતા થઈ છે; તે પણ આજ સુધી મારા પ્રેમથી તેમને વાકેફ કરવાનું સાહસ હું કરી શકી નથી અને તેથી જ હું અત્યારે અહીં બેઠી બેઠી વિચારતી હતી કે તેઓ મારા સ્નેહને સ્વીકાર કરશે કે નહિં ?” અલકાસુંદરીએ પિતાની ગુપ્ત વાત પિતાની સખીને કહી બતાવી.
વાહ, વાહ, અલકાબહેન ! પ્રેમ પાત્રની પસંદગી તો બહુ સારી કરી છે હે ! પરંતુ આ વાતને મારાથી અત્યાર સુધી કેમ ગુપ્ત રાખી હતી ?” લલિતાએ રાજકુમારીના ગુલાબી ગાલ ઉપર ચુંટી ખણીને પૂછ્યું.
- અલકાએ પોતાના ગાલને પંપાળતા ઉત્તર આપે. “પણ તે મને ક્યારે પૂછયું ? ને મેં વાત ગુપ્ત રાખી ? જેમ આજસુધી તે કાંઈ મારા પ્રેમપાત્ર સંબંધી વાત પૂછી નહતી, તેમ મેં તને તે વિષે કાંઈ કહ્યું પણ નહોતું.”