________________
મેવાડના પુનરુદ્ધાર
આમ્રવૃક્ષની છાયા નીચે જે સુંદરી બેઠી હતી, તેનાં રૂપનું જો અમે આલંકારિક ભાષામાં વર્ણન કરીએ, તે તેનાં મુખ અને નેત્રથી પરાજય પામીને ચંદ્ર અને હરિણુ ઉભય એકત્ર થઈને પુનઃ વિજય મેળવવાને વિચાર કરી રહ્યા હતા; કારણ કે જો તેમ ન હોય તેા ચંદ્ર કે જે ગગનવિહારી છે અને હરિણ કે જે ભૂચારી છે, તેનેા સહચાર શી રીતે સંભવી શકે ?
૧૨૬
“અલબત્ત, તેમણે મારા પ્રેમના સ્વીકાર કરવા જ જોઈએ; પરંતુ કદાચ ન કરે તે ?” તે ખાળાના મુખમાંથી આ શબ્દો પુનઃ જરા જોરથી
નીકળી પડયા.
આજ સમયે એક તરુણુ રમણીએ આવીને કહ્યું. “કેમ નહિ કરે ? જો તમારે પ્રેમ સાચો જ હશે, તેા તેના સ્વીકાર અવશ્ય થવા જ જોઈએ.” તે ખાળાએ પરિચિત સ્વર સાંભળી ઊંચું મુખ કરીને જોયું' તે પેાતાની સામે એક પચીશેક વષઁની તરુણી મંદ મંદ હસતી ઉભેલી હતી. તે બાળાએ જરા શરમાઈને વાતને ઉડાવી દેવાના હેતુથી પૂછ્યું, 'લલિતા ! અહી કયાંથી ?”
“હું અહીં કયાંથી, એ પ્રશ્ન શા માટે પૂછે। હા, રાજકુમારી ? પ્રથમ તા એ જ ઉત્તર આપેને કે કયા ભાગ્યશાળી વીર પુરુષને તમારા સ્નેહનેા સ્વીકાર કરવાને તમે તમારા મનથી આગ્રહ કરી રહ્યાં છે ?'' લલિતાએ સામેા સવાલ કર્યા.
....
“પરંતુ એ જાણીને તું શું કરીશ ? તે જાણવાનું તને પ્રયેાજન પશુ શું છે ?” રાજકુમારીએ પુનઃ પૂછ્યું,
“તમારી ગુપ્ત વાત જાણીને હું શું કરીશ, એ સવાલ પૂછવાને તમને કાંઈ પ્રયેાજન નથી; પરંતુ એને જાણવાનું તેા મને પ્રયેાજન છે. મારી પ્યારી સુખીની ગુપ્ત વાત જાણુવાના શુ' મને અધિકાર નથી ?” લલિતાએ પ્રયોજન કહી ખતાવતાં પૂછ્યું.
રાજકુમારી વિચારમાં પડી ગઈ. લલ્તિાને હવે શે. ઉત્તર આપવે, તેની એને સમજણ પડી નહિ. તે ધ્રુવળ નિરુત્તર જ રહી.
લલિતાએ જરા રાષપૂર્વ કે કહ્યું “ભલે, જો તમારી ગુપ્ત વાત જાણવાને મને અધિકાર ન હેાય, તેા હું આ ચાલી. તમે તમારે એકલા બેઠાં બેઠાં વિચાર કર્યા કરા.’