________________
૧૨૪
મેવાડને પુનરુદ્ધાર
અત્યાર સુધી તે સૂરિજીના ઉત્તમ ચારિત્ર ઉપર મુગ્ધ થઈ રહ્યો હતો, પરંતુ હવે તે તે તેમની અપૂર્વ વિદ્વત્તા જોઈને બહુ જ પ્રસન્ન થઈ ગયે.
ક્ષણવાર રહી સૂરિજીએ પોતાના આવશ્યક કાર્યને સમય થઈ ગયો હેવાનું જણાવી પિતાના નિવાસસ્થાને જવાની ઈચ્છા દર્શાવી એટલે બાદશાહે તેમને જવાની રજા આપતાં કહ્યું. “મહારાજ ભલે, આપની ઈચ્છા હોય તો પધારો. આપની સાથે ધાર્મિક ચર્ચા કરવાથી મને ઘણું જાણવાનું મળે છે; માટે બીજા અનુકૂળ પ્રસંગે હું આપને યાદ કરીશ અથવા તે હું જ આવીને આપને મળીશ.”
' સૂરિજી અને તેમના શિષ્યો જવાને માટે ઊભા થયા અને તેમની સાથે બાદશાહ અને સભાજને પણ ઊભા થઈ ગયા. બાદશાહે કહ્યું. “સૂરીશ્વર ! જતાં પહેલાં મારી એક અરજને આપ સ્વીકાર કરો, આપ ત્યાગી અને સાધુ હોવાથી આપને હું ગમે તેટલી મૂલ્યવાન વસ્તુઓ ભેટ કરીશ, તે તેને આપ લેશે નહિ; માટે મારી પાસે કેટલાંક હિન્દુ અને જૈન સાહિત્યનાં પુસ્તકે છે, તેને આપ સ્વીકાર કરો. આ પુસ્તકે પદ્મસુંદર નામક જૈનયતિ કે જેઓ ફત્તેહપુરમાં જ રહેતા હતા અને જેઓની સાથે મારો ખાસ પરિચય હતા, તેઓનાં છે. પદ્મસુંદર વતિના સ્વર્ગગમન પછી એ સર્વ પુસ્તકે મારા ખાનગી પુસ્તકાલયમાં મેં સંગ્રહી રાખેલાં છે, તે એવા હેતુથી કે જ્યારે કઈ વિદ્વાન પુરૂષને મને મેળાપ થશે, ત્યારે તેને જ તે પુસ્તકે અર્પણ કરીશ. આપની અપૂર્વ વિદ્વત્તા જોઈને હું મુગ્ધ થઈ ગયો છું; માટે આપ જ આ સર્વ પુસ્તકને સવીકાર કરી મને ઉપકૃત કરો.” ' સૂરિજીએ ઘણી આનાકાની કર્યા પછી સદરહુ પુસ્તકોને સ્વીકાર તે કર્યો, પરંતુ તે સર્વ પિતાની પાસે નહિ રાખતાં શહેનશાહ અકબરના નામથી આગ્રા નગરમાં પુસ્તકાલય બનાવીને તેમાં તેમને રાખવાની ગોઠવણ કરી દીધી. તે પછી બાદશાહના ફરમાનથી શાહીવાજિંત્ર અને શાહીફોજના સરઘસ સાથે સારી મહોત્સવ પૂર્વક આચાર્ય શ્રી હીરવિજયસૂરિ પોતાના નિવાસસ્થાને ગયા.