________________
સૂરીશ્વર અને સમ્રાટ
૧૨૩
નથી અને અમારા આ કથન ઉપરથી આપ નામવર તેમની ઉત્તમતા વિષે ખ્યાલ કરી શકશે.”
' સૂરિજીની મુસાફરીને ઉપર પ્રમાણે હાલ સાંભળીને બાદશાહ અકબર તથા અન્ય સભાજને આશ્ચર્યમાં લીન થઈ ગયા અને સૂરિજીના ઉત્તમ ચારિત્ર વિષે તેમની અનેક પ્રકારે પ્રશંસા કરવા લાગ્યા. પછી શહેનશાહે પ્રસન મુખમુદ્રાથી કહ્યું, “આચાર્ય મહારાજ ! સુશીલા શ્રાવકા ચંપાના મુખેથી આ૫ની પ્રશંસા જયારથી મેં સાંભળી હતી, ત્યારથી આપના પ્રત્યે મને પૂજ્યભાવ ઉત્પન્ન થયો હતો, પરંતુ આજે ખુદ મારા કર્મચારીના મુખથી આપના સત્કૃષ્ટ ચારિત્રનું વર્ણન સાંભળીને મને પૂજ્યભાવની સાથે એટલો બધો આનંદ ઉ૫-ન થયો છે કે જેનું વર્ણન હું શબ્દો દ્વારા કરી શકવાને સમર્થ નથી. આજ સુધી મેં પ્રત્યેક ધર્મના ઘણું આચાર્યોની મુલાકાત લીધી છે અને તેમના ચારિત્રની પણ ઘટતી તપાસ કરી છે; પરંતુ ચારિત્રના વિષયમાં તેમાંથી એક પણ આચાર્ય આ૫ની તુલનામાં આવે તેમ નથી. આપનું ચારિત્ર અલોકિક છે. આપના જેવા દૌવી પુરુષનું દર્શન કરીને હું ખરેખર કૃતાર્થ અને પાવન થયો છું.”
' સૂરિજી પિતાની પ્રશંસા સાંભળીને નીચું જોઈ રહ્યા. ક્ષણવાર એ પ્રમાણે રહ્યા પછી તેમણે શહેનશાહની સામે જોઈને કહ્યું. “આપને મારું ચારિત્ર અલૌકિક જણાય છે, એનું કારણ આ૫ની નિર્મળ અને ગુણગ્રાહક બુદ્ધિને પ્રતાપ જ છે; બાકી હું તો માત્ર એક અતિ સમાન્ય મનુષ્ય જ છું અને તેથી આ૫ કહે છે તેટલી પ્રશંસાને હું લાયક નથી.”
શહેનશાહે સૂરિજીની નિખાલસ વૃત્તિ જોઈને વિશેષ આનંદને પામતા કહ્યું. “ગુરુજી ! હું આપની મિથ્યા પ્રશંસા કરતા નથી, પરંતુ મને જે સત્ય જણાય છે, તે જ પ્રમાણે આપના વખાણ કરું છું. આપ ભલે આપને સામાન્ય મનુષ્ય માનતા હે; પરંતુ હું તો આપને દેવી પુરુષ વિના આવું નિખાલસ દિલ, આ નિરભિમાની સ્વભાવ, આવી શાંત ચિત્તવૃત્તિ અને આવું ચારિત્ર એક સામાન્ય મનુષ્યમાં હોવાં સંભવતાં નથી. સૂરીશ્વર ! ખરેખર આપ જીન્નતના ફરસ્તા જ છે.”
ત્યારબાદ સૂરીશ્વર અને સમ્રાટ વચ્ચે ધાર્મિક ચર્ચા ચાલી. ઈશ્વર, જગત, સુગુરુ અને સત્યધર્મ વિષે અનેક પ્રકારને વાર્તાલાપ થયે. અંતે અકબર બહુ જ ખુશી થયે અને તેના દિલમાંથી કેટલાક સંશને નાશ થયો.