________________
૧૨૮
મેવાડને પુનરુદ્ધાર
“અલકાબહેન ! તમારી ચતુરાઈથી તે હું હારી ! જુઓને બીજાના માથે દોષારોપણ કરતાં કેવું આવડે છે ? મેં તમને વાત ન પૂછી, તેથી કાંઈ મેં તમને વાત કહેવાની બંધી તે નહતી કરીને ?" લલિતાએ કહ્યું.
બંધી તે નહતી કરી, પરંતુ લલિતા ખરું કહું ? માત્ર લજજાને લીધે હું તને એ વાત કરી શકી નહતી.' અલકાએ ખરી હકીકત કહી
“બહુ સારું. પ્રેમપાત્ર તે ઉત્તમ શોધી કાઢયું છે. એમાં જરાએ શક નથી; પરંતુ તારા એ પ્રેમપાત્રને તારા તરફ કેવો ભાવ છે ?” લલિતાએ પ્રશ્ન કર્યો.
“તે હું જાણતી નથી, કારણ કે તેઓ જે કે અહીં બે-ત્રણ માસથી આવ્યા છે, તે પણ તેમને મેં નજરે નજર કદિ પણ જોયા નથી અને તેથી તેમને મારી તરફ કે ભાવ છે, તે હું શી રીતે કહું ?” અલકાએ જવાબ આપે.
"ઠીક; પરંતુ પિતાજી તથા માતુશ્રી તમારી આ વાતને જાણે છે કે નહિ ?” લલિતાએ પુનઃ પૂછયું.
નહિ, તેઓ મારી આ વાતને જરા પણ જાણતાં નથી; કારણ કે મેં આ વાતને બહુ જ ગુપ્ત રાખી છે. જે કઈ જાણતું હોય તે તે માત્ર તું જ છે અને તે પણ તને મેં અત્યારે તેનાથી જાણીતી કરી એટલે જ. પ્યારી સખી! મારા આ પ્રેમનું શું પરિણામ આવશે ? એટલે કે મહારાણા તેને સ્વીકાર કરશે કે નહિ ? તથા માતાપિતા તે કબૂલ કરશે કે નહિ એની મને બહુ ચિંતા થાય છે. શું તું મને આ ચિંતાસાગરમાંથી તરી પાર થવાને કેઈ ઉપાય નહિ બતાવે ?' રાજકુમારી અલકાસુંદરીએ લલિતાના પ્રશ્નને ઉત્તર આપીને દીન વાણીથી પૂછ્યું.
“વાહ, વાહ! અત્યારસુધી તો વાતને મારાથી ગુપ્ત રાખી અને હવે ઉપાય બતાવવા માટે વિંનત કરી છે, એ કેવી વાત ? હું તે કાંઈએ તમને ઉપાય બતાવવાની નથી.” લલિતાએ હસીને કહ્યું.
“લલિતા ! પ્યારી સખી ! મશ્કરીની વાત જવા દે અને કૃપા કરીને મને કોઈ ઉપાય બતાવ કે જેથી કરીને મારા દુઃખી જીવને આરામ થાય.” અલકાએ પુનઃ દીનતાથી કહ્યું.
“અલકાબહેન !” લલિતાએ ગંભીરતાપૂર્વક કહ્યું “મશ્કરી કરવાનો