________________
કાવ્યવિદ પૃથિવીરાજ
૪૯
કરમચંદ પણ આ પ્રકાર જોઈને આશ્ચર્ય પામી ગયો અને તેણે પણ તે જ પ્રશ્ન કર્યો.
ચંપાએ ધીમેથી કહ્યું. હા, મારી બહેનનું એ શબ છે. કેઈ ચાંડાલે તેનું ખૂન કર્યું છે. અગર તો તેણે પોતે જ આત્મહત્યા કરી છે.”
“પરંતુ શબ પ્યાનામાં કયાંથી આવ્યું?” પૃથ્વીરાજે આતુરતાથી પૂછયું.
ધબાના આમંત્રણથી લીલાદેવી મધ્યાહન પછી રાજ્યમહાલયમાં ગઈ હતી, ત્યાં જ આ બનાવ બન્યો જણાય છે; કેમકે ભોઈઓ ધ્યાને અહીં ગુપચુપ મૂકીને ચાલ્યા ગયા છે.” ચંપાદેવીએ જવાબ આપ્યો.
“હા, સમજવામાં આવ્યું. અકબરનું જ આ કૃત્ય જણાય છે. પ્યારી ! લાલાં! આ તારી દશા? આ રીતે તારું મૃત્યુ? હાય, દેવી ! આ શું ? પૃથિવીરાજે એમ કહીને નિઃશ્વાસ મૂકે.
“શું અકબરે રાણીજીનું ખૂન કર્યું ?” કરમચંદે પૂછ્યું.
“ના, એમ તો નહિ; પરંતુ એ નરાધમના અત્યાચારથી જ સતીએ પિતાના પ્રાણનું બલિદાન આપેલું છે. મને લાગે છે કે એ દુષ્ટ જ લીલાદેવીને જોધબાના નામથી બોલાવીને તેના સતીત્વને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હશે અને તેથી જ તેણે આત્મહત્યા કરી જણાય છે.” પૃથિવીરાજે પિતાની માન્યતા કહી બતાવી.
પણ એમ બનવું શક્ય છે ?” કરમચંદે શંકા કરી.
“હા, કેવળ શક્ય છે; કેમકે અકબરે ઘણું સમયથી લીલાદેવીના અપૂર્વ રૂ૫-લાવણ્યની પ્રશંસા સાંભળેલી હતી અને તેથી તેણે આ વખતના નૌરેજના મહિલામેળામાં તેને મોકલવાનું મને ખાસ આગ્રહથી કહ્યું હતું. લીલાદેવીને એ શયતાને મહિલા મેળામાં જરૂર જોઈ હશે અને તેથી જ એ રૂપના તરસ્યા પિશાચે તેને ભેળવીને જોધખાના નામથી તેડાવી તેના ઉપર અત્યાચાર ગુજારવા માંડતાં તેણે આત્મહત્યા કરી જણાય છે. હાય, પ્રાણાધિક લીલાદેવી ! તારા શત્રુનું ભયંકર વેર જયારે હું લઈશ ત્યારે જ તને શાંતિ વળશે, ખરું ને ?” એમ કહીને પૃથિવીરાજ ગાંડાની જેમ લાલાં લાલાં જ પત આમ તેમ ફરવા લાગે.
કરમચંદે તેને હાથ પકડીને નરમાશથી કહ્યું. “આપ વીર પુરુષ થઈને ધીરજને કેમ ગુમાવી બેઠા છો ? રાણીજી તે પિતાનું નામ અમર કરીને અને અક્ષય કીર્તિ સંપાદન કરીને સ્વર્ગમાં ગયાં છે, તે હવે આપને શું પાછા મળનાર છે ? શાંત થાઓ, ચિત્તને ઠેકાણે રાખે અને શબની યોગ્ય વ્યવસ્થા કરવાની તૈયારી કરે.”