________________
ક્ષાત્રવટ
૭૯
નથી, તેમ લડનાર માણસો પણ નથી, એ આ૫ સારી રીતે જાણો છો અને તેથી મારા અભિપ્રાય પ્રમાણે આપણે આ સ્થળને ત્યાગ કરી અન્યત્ર ચાલ્યા જવું, એ જ આપણા માટે હિતાવહ છે.”
પ્રતાપસિંહે રોષદર્શક સ્વરથી કહ્યું. “મંત્રીશ્વર ! તમારે અભિપ્રાય હાલની આપણી સ્થિતિ જોતાં જ કે અયોગ્ય તો નથી, તો પણ હું તેને અત્યારે માન્ય રાખી શકીશ નહિ. મારે આ સમયે પણ પુનઃ મારા ક્ષાત્રવટનું દર્શન મોગલેને કરાવવું છે અને તેથી આપણી પાસે જેટલા માણસો છે, તે સર્વને આવતી કાલે લડવાને માટે તૈયાર રાખવાની ગોઠવણ કરો.”
પ્રતાપસિંહનું નિશ્ચયાત્મક કથન સાંભળીને ભામાશાહે તેને કાંઈ પણ પ્રતિવાદ નહિ કરતાં કહ્યું. “જ્યારે આપની ઈચ્છા યુદ્ધ જ કરવાની છે, ત્યારે હું પણ આપના અભિપ્રાય સાથે મળતો થાઉં છું અને તેથી આપની આજ્ઞા મુજબ સર્વ પ્રકારની તૈયારી રાખવાની ગોઠવણ હમણાં જ કરું છું.”
એમ કહી ભામાશાહ, રણવીરસિંહને લઈ ત્યાંથી ચાલ્યો ગયો અને પ્રતાપસિંહ તથા અમરસિંહ જુદા જુદા વિષયેની વાત કરતાં ત્યાં બેસી રહ્યા,
બીજા દિવસને સૂર્યોદય થયા. ભામાશાહે કરેલી ગોઠવણ મુજબ કેટલાક રાજપૂત અને આસપાસના પ્રદેશના વિશ્વાસુ ભીલ ચપન પ્રદેશના ઉપવનમાં એકત્ર થયા હતા. તલવાર અને ભાલાવાળા રાજપૂત સૈનિકે જયારે કાંઈક નિરાશ જતા હતા, ત્યારે તીરકામઠાંવાળા ભીલ આનંદી દેખાતા હતા. એક બાજુ સલ્બરરાજ અને અન્ય સરદારો અને બીજી બાજુ રણવીરસિંહ તથા કર્મસિંહ વગેરે યુદ્ધકાય સંબંધી મસલત ચલાવી રહ્યા હતા. આ વખતે મહારાણા પ્રતાપસિંહ, કુમાર અમરસિંહ તથા મંત્રીશ્વર ભામાશાહ સાથે આવી પહોંચ્યા. સરદારોએ અને સૈનિકોએ તેમને લશ્કરી નિયમે ઘટિત માન આપ્યું. મહારાણાએ પિતાને યુદ્ધને પોષાક પહેરેલા હતા અને કવચ અને ટેપની વચ્ચે માત્ર ઉઘાડા રહેલા મુખની પ્રતિભા અને બે આંખમાંથી. છુટતી તેજની ધારા સામા માણસના હૃદયમાં પૂજ્યભાવ અને ભયને એકી સાથે જન્મ આપતી હતી. કુમાર અમરસિંહે પણ લશ્કરી પિષક પરિધાન કરેલ હ; તો પણ તેનું સુંદર મુખ અને ચંચળ આંખો તેના અતીવ વિલાસી પણાની સાક્ષી પૂરતાં હતાં. મંત્રીશ્વર ભામાશાહે જે પોષાક પહેરેલો હતે; તે પણ યુદ્ધ સમયને જ હતો અને તેથી તેની ભવ્યતા, ગંભીરતા અને દઢતામાં વૃદ્ધિ થયેલી જણાતી હતી.