________________
આચાર્ય શ્રી હીરવિજયસૂરી
નામ ઘણું સુંદર છે, પરંતુ ડુંગર દૂરથી જેમ રળિયામણું લાગે છે, તેમ દીક્ષા એ નામમાત્રથી જ સુંદર લાગે છે. કામ, ક્રોધ, લોભ, મેહ, મદ અને મત્સરાદિ આંતર શત્રુઓ ઉપર વિજય મેળવે, એ સરલ વાત નથી, માટે સંયમવૃત્ત અંગિકાર કરવાના વિચારને હદયમાંથી કાઢી નાંખી આપણું બીજા બંધુઓની જેમ એકાદ ગુણી અને સ્વરૂપવતી કન્યા સાથે લગ્ન કરીને સંસારના સુખને હાલ તો ભગવો એવી મારી ઈચ્છા છે.”
હરવિજયે સંપૂર્ણ શાંતિથી કહ્યું. “બહેન તમે જે વાત સાંભળી છે, તે સત્ય જ છે. તમે સંયમવૃત્તને મુશ્કેલી ભર્યું કાર્ય જણાવો છે, એ તમારું કથન ગેરવ્યાજબી નથી; પરંતુ મેં એ મુશ્કેલ કાર્યને સાધવાનો નિશ્ચય કરેલ હોવાથી સંસારના સુખને ભોગવવાની મારી ઈચ્છા નથી. બહેન ! તમે વિચાર કરો કે આ જીવાત્માએ અનેક વખત સંસારના સુખને અનુભવ હશે, તે પણ તેને તૃપ્તિ થઈ નથી, એનું શું કારણ ? એનું કારણ એ જ કે સંસારનાં એ કહેવાતાં સુખે ખરી રીતે સુખ નથી, પણ સુખને માત્ર આભાસ જ છે અને તેથી તેમાં જીવાત્માની તૃપ્તિ થતી નથી. વસ્તુસ્થિતિ જ્યારે આવી છે અને તેનું મને જ્યારે સત્ય જ્ઞાન થયું છે, ત્યારે એ નાશવંત, ક્ષણિક અને અંતે દુઃખદાયી સુખને વારંવાર મેળવવાને માટે મારે શા માટે મારા દુર્લભ મનુષ્ય અવતારને વૃથા ગુમાવો જોઈએ ? બહેન ! તમે સુખ કોને કહો છો કે સંસારમાં સુખ જેવી વસ્તુ કઈ છે? એક તરફ મુસલમાને અને રાજપૂતો લડે છે અને બીજી તરફ ખુદ હિન્દુઓ જ માંહે માંહે યુદ્ધ કરી રહ્યા છે. અને આ યુદ્ધમાં-માનવોની સ્વાર્થ યુક્ત લડાઈમાં હજારો મનુષ્યની કતલ થાય છે અને લોહીની નદીઓ વહે છે, શું આ સુખ છે ? બહારથી ઐશ્વર્યવાન અને દમામદાર જણાતાં બાદશાહો અને રાજાએ અંતરથી દિનરાત રાજ ખટપટ અને પિતાની સત્તા નભાવી રાખવાના ક્રૂર કાવત્રામાં પીડાતા જણાય છે; શું તેઓ સુખી છે ? શ્રીમંત મનુષ્ય ધનને અધિક ને અધિક વધારવામાં પોતાના જીવનને ગાળતાં હોય છે; શું તેમને સત્ય સુખનું એકાદ સ્વપ્ન પણ આવતું હશે ખરું કે ? ગરીબ મનુષ્ય પિતાની આજીવિકા માટે સખત દોડધામ કરતાં જોવામાં આવે છે; શું તેમને ખરા સુખને અનુભવ થતો હશે કે ? આવી રીતે દેડધામવાળી અને જીવનને હાસ કરનારી અનિષ્ટ પ્રવૃત્તિમાં દુનિયા સંડોવાયેલી હોવા છતાં શું તમે તેને સુખી માને છે ? તમે ભૂલે છે; સુખ કયાં છે ? કામ, ક્રોધાદિ