________________
ચંપાદેવી
૧૦૧
બધો પ્રેમ આપો અથવા તો મને ચાહે કે સદતર ન પણ ચાહે, પણ મેં મારું દિલ જે આપને અર્પણ કર્યું છે, તે અન્યનું કદિ પણ થશે નહિ અને તેથી આપની ગમે તેવી શરત મારે કબૂલ છે. હું આપની સાથે લગ્નથી જોડાવાને ખુશી જ છું.” ચંપાદેવીએ જવાબ આપે.
- પૃથિવીરાજે ખુશી થતાં કહ્યું “ચંપાદેવી! જ્યારે તું મારી શરતને કબૂલ કરે છે, ત્યારે તું સ્વર્ગસ્થ પ્રિયતમાની બહેન હોઈને હું પણ તારી સાથે લગ્ન કરવાને ખુશી છું. મારી ચંપા ! તું લીલાદેવીની સાક્ષાત મૂર્તિ જ છું અને તેથી મારે તારે શા માટે તિરસ્કાર કરવો જોઈએ ? આવ,પ્રિય ચંપા ! આવ અને આ દુઃખી પૃથિવીરાજના બળતા હૃદયને આલિંગીને તેને શાંત કર.”
ચંપાદેવીને એટલું જ જોઈતું હતું. તે પૃથિવીરાજના વચનેથી અત્યંત ખુશી થઈ ગઈ; પરંતુ સ્ત્રીચિત લજ્જાના આવરણથી તે નીચું જોઈને ઊભી રહી અને તેણે કાંઈ પણ ઉત્તર આપે નહિ.
પૃથિવીરાજ તેને નિરુત્તર રહેલી જોઈને તેની પાસે ગયા અને તેને પિતાના બાહુપાશમાં લઈને લજાથી લાલચળ બનેલા તેના અધરોષ્ટ ઉપર સ્નેહદાનરૂપી ચુંબન ભરીને તેણે કહ્યું –
ચાંપાં ડગલાં ચાર, લટકંતી લાલાં જસી;
ભામન ભર ધર ભાર, પા અમૃત પૃથીરાજરે."* ચંપાદેવી પોતાના પ્રિયતમ કવિની કાવ્યચાતુરી જોઈને હસી પડી અને હસતાં હસતાં તે પણ વૃક્ષને જેમ સુકેમળ વેલી આલિંગન કરે છે તેમ પૃથિવીરાજને આલિંગતી ભેટી પડી. તેઓ તે પછી લગ્નની પવિત્ર ગાંઠથી જોડાઈને પરમાનંદથી દિવસ ગુજારવા લાગ્યા હતા. * પ્રતાપ પ્રતિજ્ઞા નાટકમાંથી