________________
કષ્ટને અવધિ
૧૮૯
તંત્ર હોત, તો તેની સહાયથી આજે જ્યારનેએ મેવાડને ઉદ્ધાર થઈ ગયે હેત. કેમ મારી ધારણા સત્ય છે ને ?'
“આપની ધારણ કેવળ સત્ય છે, કેમકે તેઓ જેમ સાહિત્ય રસિક અને કાવ્યાવિદ છે, તેમ યુદ્ધમાં પણ જવાંમર્દ અને બહાદૂર નર છે અને તેથી તેમને જેવા પુરુષ આપણા પક્ષમાં આ વખતે હેત તે આપણને ઘણી જ સરલતા મળી આવી હત; પરંતુ તેઓ શહેનશાહ અકબરની નજરકેદમાં લેવાથી આપણને તેમની સહાયતાને લાભ મળી શકે તેમ નથી, એ જે કે દિલગીરી ભરેલું છે, તે પણ તેમની લાગણી અને શુભેચ્છા માટે આપણે તેમને આભાર માનવો જોઈએ છે. રાજસ્થાનનાં ઘણુ ખરા રાજાએ અને ખુદ તેમના ભાઈ રાયસિંહ પણ જ્યારે અકબરના દાસત્વને સ્વીકાર કરી પિતાની પુત્રીઓ તેને આપી ચુયા છે. ત્યારે પૃથિવીરાજ જેવા નરરત્ન બાદશાહની નજરકેદમાં રહ્યા છતાં પણ આપણને આટલી સહાય અને સલાહ આપે છે એ કાંઈ જેવી તેવી ખુશાલીની વાત નથી.” ભામાશાહે કહ્યું.
આ વખતે કુમાર અમરસિંહ અને રણવીરસિંહ ઉતાવળા ઉતાવળા આવી પહોંચ્યા અને તેમણે મહારાણા તરફ જઈને કહ્યું. “મોગલોને આપણું આ નિવાસસ્થાનની પણ ખબર પડી ગઈ જણાય છે; કેમકે તેમની એક ટુકડી આ તરફ એકદમ ધસારાબંધ ચાલી આવે છે અને તેથી ભીલના નાયકે આપણને આ સ્થળને ત્યાગ કરવાની સૂચના મેકલાવી છે.”
“ધારતો જ હતો કે ચાલાક મેગલેથી આપણું આ સ્થળ પણ ગુપ્ત રહેશે નહિ અને થયું પણ તેમજ. ઠીક, તમે આપણું સઘળાં પરિવારને લઈ ભીલ નાયક સલાહ આપે, તે તરફ ચાલ્યા જવાની ગોઠવણ કરે અને અમે પણ તમારી પાછળ જ આવી પહોંચીએ છીએ.” પ્રતાપસિંહે એમ કહીને તેમને જવાની સૂચના કરી.
“ભીલનાયકે આપણી ગાઠવણ મુજબ સુધાના પહાડોમાં જવાની અમને ખબર મોકલાવી છે અને તેથી અમે ત્યાં જવાની ગોઠવણ કરી લઈએ છીએ.” એમ કહી અમરસિંહ તથા રણવીરસિંહ મહારાણુને પોતાની સાથે લઈને તુરત જ ચાલ્યા ગયા.
તેના જવા પછી પ્રતાપસિંહ તથા ભામાશાહ અન્ય સરદાર અને રાજપૂતોની સાથે તેમની પાછળ ગયા અને તેઓને ગયાને બહુ વાર થઈ નહિ હોય, એટલામાં તો મોગલે ત્યાં આવી પહોંચ્યા; પરંતુ પ્રતાપસિંહ વગેરેને ત્યાં નહિ જોવાથી તેઓ બીજી દિશામાં તેમની શોધ કરવાને દેડી ગયા,