________________
ધાર્મિક ઐક્ય
૧૧૫
તે પછી બાદશાહે કરમચંદ પ્રતિ જોઈને તેને ઉદ્દેશીને કહ્યું. “કરમચંદ! ધાર્મિક ઐકય સંબંધી તમારો શો અભિપ્રાય છે ? તમે કાજી અને અબુલફઝલ એ ઉભયમાંથી કોના મતને મળતા થાઓ છે ?" , -
કરમચંદે ક્ષણવાર વિચાર કરીને કહ્યું, “બાદશાહ સલામત ! ધાર્મિક ઐક્ય સાધવાનો પ્રયાસ જે સ્વાર્થ રહિતપણે કરવામાં આવતો હોય, તે મારા મત મુજબ પ્રશંસનીય છે, કારણ કે તેમ કરવાથી ધર્મના અંગે અરસપરસ જે વિરુદ્ધતા અસ્તિત્વ ધરાવતી હોય, તેને ઘણે અંશે નાશ થાય છે અને તેથી દેશમાં સામાન્ય રીતે શાંતિ જળવાઈ રહે છે. ધાર્મિક ઐકય કરવાથી કઈ પણ ધર્મને નાશ થતો નથી, એ સહજમાં સમજી શકાય તેવી વાત છે; કારણ કે તેથી કોઈને પોતપોતાના ધર્મની માન્યતા અને શ્રદ્ધાને ત્યાગ કરવાની જરૂર રહેતી નથી; કિન્તુ જુદા જુદા ધર્મોના જે મતભેદે રહેલા છે, તેની ઉપેક્ષા કરીને સર્વ ધર્માનુયાયીઓએ પરસ્પર એકસંપીથી વર્તાવાનું છે. રાજકીય દૃષ્ટિથી ધાર્મિક ઐકયને સિદ્ધાંત બહુ અગત્યને છે; કારણકે તેથી. ખુદ રાજકર્તાને પણ લાભ થવાનો સંભવ છે અને તેથી મારે અભિપ્રાય શેખ અબુલફજલને મળતો છે.”
- શહેનશાહ અકબર કરમચંદને અભિપ્રાય જાણીને અંતરમાં ખુશી થઈ ગયે; પરંતુ તેણે પોતાની ખુશાલીને દબાવી રાખીને રાજા બીરબલને પૂછયું. “અને તમે આ વિષે શું કહો છો ? તમે કોને મતને મળતા થાઓ છો ?”
રાજા બીરબલે તુરત જ જવાબ આપે. “જહાંપનાહ ! હું શાહ કરમચંદના મતને મળતો થાઉં છું; કારણ કે તેમણે ધાર્મિક ઐકય સંબંધમાં પિતાને જે અભિપ્રાય આપે છે, તે ઘણો જ વિચારણીય અને મહત્ત્વનું છે. જે દેશમાં જુદા જુદા ધર્મને માનનારી પ્રજા અને વિધમી રાજકર્તા હોય, તે દેશમાં ધાર્મિક એકયની ઘણી જ જરૂર છે અને આ જરૂર જેમ પ્રજાને લાભકારી છે, તેમ રાજકર્તાને પણ લાભકારી છે. રાજકર્તા જે પ્રજાના ધર્મમાં હાથ નહિ નાખતાં સર્વને પિતપતાના ધર્મ પ્રમાણે વર્તવાની સ્વતંત્રતા આપે છે, તો તેના રાજ્યને પાયો મજબૂત થવાની સાથે પ્રજાજનો તેને દલોજાનથી, ચાહે છે. ધાર્મિક ઐકયથી હિન્દુએ મુસલમાન અને મુસલમાને હિન્દુ થવાની જરૂર રહેતી નથી, પરંતુ હિન્દુ અને મુસલમાન ઉભય ધર્માનુયાયીઓએ અરસપરસ ધાર્મિક મતભેદ હોય તેને ભૂલી જઈને દેશના સામાન્ય લાભની ખાતર