________________
૧૨૦
મેવાડને પુનરુદ્ધાર
તે તેને સ્પર્શ કર, એ પિતાના મુનિધર્મની વિરુદ્ધ હેઈને તે ઉપર બેસવાની ના પાડી એટલે બાદશાહ પિતે નીચે ગાલીચા ઉપર ગાદી નંખાવીને તે ઉપર બેઠે અને સૂરિજી તથા તેમના શિષ્યો કેરી જમીન ઉપર નાનાં નાનાં ઉનનાં કપડાંનાં કકડા પાથરીને તે ઉપર બેઠા. અન્ય દરબારીઓ પણ તે પછી પિતાપિતાને ઉચિત જગ્યાએ આસપાસ બેસી ગયા.
તે પછી શહેનશાહે મિત હાસ્યપૂર્વક કહ્યું. “સૂરિજી ! આગ્રા નગરના મુખ્ય શાહુકાર થાનસિંહ શાહની પુત્રી ચંપાના મુખથી આપની પ્રશંસા સાંભળી હું આપને મળવાને માટે અત્યાર આગમચ બહુ જ આતુર થઈ રહ્યો હતો. પરંતુ આજે અત્યારે આપના પવિત્ર દર્શન થવાથી મારી એ આતુરતા શમી ગઈ છે અને તેથી મને બહુ જ આનંદ થયો છે. આપ ગુજરાતમાં હોવાની મને ખબર મળતા મેં આપને અત્રે આવવાને માટે મારા ખાસ કર્મચારીઓને વિનંતિ કરવાને મોકલ્યા હતા અને એ ઉપરથી આપ મારા આમંત્રણને માન આપી અત્રે આવ્યા છે, તે માટે હું આપને ઉપકાર માનું છું. ઠીક, આપ ગુજરાતના કયા ગામમાંથી અને શી રીતે અહીં આવ્યા છે ? આપને કાંઈ તકલીફ તે પડી નથી ને ?”
બાદશાહની સહૃદયતા જોઈને સૂરીશ્વરે પ્રસન્ન થઈને જવાબ આપે, જહાંપનાહ ! હું પણ આપની સહૃદયતા જોઈને બહુ જ ખુશી થયે છું અને તે માટે આપને આભાર પણ માનું છું. આપનું આમંત્રણ લઈને આપના કર્મચારીઓ ગુજરાતમાં આવ્યા, ત્યારે હું ગંધારબંદરમાં ચાતુર્માસ હતો અને તેથી ચાતુર્માસ પૂર્ણ થતાં પગે ચાલીને આજ લગભગ છ મહીને અહીં આવી પહોંચે છું. ઉપદેશને માટે અમારે મુનિઓને એક સ્થળે કાયમ રહેવાનું નથી, પરંતુ જુદે જુદે સ્થળે ફરતાં જ રહેવાનું છે અને તેથી મને અહીં આવવામાં કશી પણ તકલીફ પડી નથી.”
બાદશાહ આ સાંભળીને આશ્ચર્ય પામી ગયો. તેણે પૂછયું. “શું આ૫ ઠેઠ ગંધારથી દિલ ચાલ્યા આવે છે ?”
“હા.” સૂરીશ્વરે સંક્ષિપ્ત ઉત્તર આપ્યો.
ત્યારે તો આપને આટલી વૃદ્ધાવસ્થામાં પગે ચાલીને આવતાં જરૂર તકલીફ ઉઠાવવી પડી હશે અને મુશ્કેલી પણ ભોગવવી પડી હશે. સૂરીશ્વર ! મને તે માટે માફ કરજે; પરંતુ અહમદાબાદના સુબેદારે આપને અહીં