________________
પ્રકરણ ૨૦મું
સૂરીશ્વર અને સમ્રાટ આચાર્ય શ્રી હીરવિજયસૂરિ અહમદાબાદથી વિહાર કર્યા પછી પાટણ, સિદ્ધપુર, સતરા, સિરોહી, સાદડી, રાણપુર, આઉઆ અને મેડતા વગેરે પ્રસિદ્ધ નગરો અને ગ્રામમાં થોડે થે સમય રહી છેવટે સાંગાનેર સ્થાનમાં આવી પહોંચ્યા. સૂરિજી જે જે સ્થાનમાં થઈને વિહાર કરતા હતા, તે સર્વ સ્થાનના શ્રાવકે અને રાજાએ તેમને પ્રવેશ મહત્સવ ઘણી જ ધામધૂમથી કરતા હતા અને તેમના ઉત્તમ ઉપદેશને લાભ લેતા હતા. પાટણમાં એક શ્રાવિકા માટે ઉત્સાવ કરીને સૂરિજીના હાથે જીનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. સિદ્ધપુરમાંથી પંડિત શાંતિચંદ્રને સૂરિજીએ પોતાની સાથે લીધા હતા, સતરાને ઠાકોર અર્જુનસિંહ કે જે ઘણે દુર્વ્યસની અને પાપી હતી, તેને સૂરિજીએ સદુપદેશ આપીને સારા માર્ગે ચડાવી દીધો હતો અને આઉઆને તાહા શેઠે સૂરિજીને નગરપ્રવેશ બહુ જ ઉત્સાહપૂર્વક કરાવીને ભારી મહોત્સવ કર્યો હતો. આ પ્રમાણે સ્થળે સ્થળે ઉપદેશ આપતાં, સન્માન પામતાં અને પ્રસિદ્ધ તીર્થોની યાત્રા કરતાં સૂરીશ્વરે સાંગાનેર નગરમાં આવીને વિશ્રાંતિ લેવાને માટે સ્થિરતા કરી. શહેનશાહ અકબરને હીરવિજયસૂરિ અહીં સુધી આવી પહોંચ્યાની ખબર પડતાં તેણે થાનસિંહ, કરમચંદ, અમીપાલ અને માનું વગેરે પ્રસિદ્ધ જૈનીઓ અને અબુલફજલ તથા બીરબલ વગેરે અધિકારીઓને સૂરિજીને આદરમાન સાથે ફત્તેહપુર તેડી લાવવાને માટે આજ્ઞા આપી દીધી અને તેથી તેઓ અનેક હાથી, ઘોડા, રથ અને સૈન્યને લઈને સાંગાનેર આવ્યા. સાંગાનેર આવીને તેઓએ સૂરીશ્વરને ફત્તેહપુર આવવાની વિનંતિ કરી. એટલે તેઓશ્રી પોતાના પરિવાર સમેત ધીમે ધીમે વિહાર કરીને ફત્તેહપુર આવી પહોંચ્યા અને નગરની બહાર એક રાજપૂત સરદારના મહેલમાં નિવાસ કર્યો. ત્યાર પછી થાનસિંહ, બીરબલ વગેરે બાદશાહની પાસે આવ્યા અને તેને સરિજીના આગમનની ખબર આપી. બાદશાહ એ સમાચાર સાંભળીને ઘણું જ ખુશી થયે અને સૂરિજીને બીજે દિવસે સવારમાં પોતાની પાસે આવવાની વિનંતિ કરવાને માટે કરમચંદને આજ્ઞા આપી. કરમચંદ સૂરિજીને બાદશાહની ઈચ્છા મુજબ વિનંતિ કરીને તરત જ પાછો આવ્યો અને એ ખબર બાદશાહને આપીને પિતાને આવાસે ગયે,