________________
ધાર્મિક એકય
૧૧૭
કેઈ ઉપર ફરમાન ચલાવવાને ઈચ્છતો નથી. આ વિષય સંબંધી આપણે આગળ ઉપર વિશેષ ચર્ચા કરશું; હાલ તે અગત્યના રાજકીય કામ માટે મારે જવાનું હોઈ એ ચર્યાને બંધ કરવી પડે છે.”
બાદશાહ તુરત જ આસન ઉપરથી ઊઠયો અને તે સાથે સર્વ સભાસદો પણ ઊભા થઈ ગયા. ત્યારબાદ તે દિવાન ટોડરમલ્લ તથા કોજીને પિતાની સાથે લઈ ત્યાંથી રવાના થઈ ગયા અને અન્ય સભાસદો પણ પિતપોતાના કાર્ય ઉપર ચાલ્યા ગયા.