________________
મેવાડને પુનરુદ્ધાર
ઐકય સાધવું, એ જ માત્ર ધાર્મિક ઐકય હેતુ છે અને આ હેતુને લક્ષ્યમાં રાખીને જ તૌહિંદ-ઈ-ઈલાહી નામક પંથની આપે સ્થાપના કરી છે, એ અમે સારી રીતે જાણીએ છીએ.”
રાજા બીરબલનું કથન સર્જાશે સત્ય છે અને તેથી બધાને મુસલમાન કરવા જોઈએ અથવા તો બધાએ હિન્દુ થઈ જવું જોઈએ, એ કાજી સાહેબના સિદ્ધાંત અસત્ય ઠરે છે.” ફેજીએ કહ્યું.
મારા સિદ્ધાંતને તમે બધા ભલે અસત્ય ઠરાવવા માગો; પરંતુ મેં જે કહ્યું છે, તે બીલકુલ રાસ્ત છે. અને તેથી તમે તેને અસત્ય ઠરાવી શકશો નહિ, કારણ કે હિન્દુ અને મુસલમાન એ ઉભય કેમનું ધાર્મિક ઐકય થવું, એ તદ્દન અસંભવિત છે.” કાજીએ દઢ નિશ્ચયપૂર્વક કહ્યું.
ઉપર્યુકત શબ્દ સાંભળી લીધા પછી સર્વ સભાસદે ક્ષણવાર ચૂપ રહ્યા અને શહેનશાહ અકબર વિચારમાં પડી ગયું. થોડી વાર પછી તે પિતાના આસન ઉપર ટટ્ટાર થઈને કહ્યું. “મારા વિદ્વાન મિત્રો ! ધાર્મિક ઐકયના સંબંધમાં તમે અત્યારે જે જે અભિપ્રાયે આપ્યા છે, તે બધાને મેં ધ્યાનપૂર્વક સાંભળ્યા છે. ધાર્મિક ઐકય કરવાને આપણે આશય શાહ કરમચંદ અને રાજા બીરબલ કહે છે તેમ પરસ્પરના ધાર્મિક ભેદને ભૂલી જઈને હિન્દુ અને મુસલમાન ઉભય કેમેએ અરસપરસ એકસંપીથી વર્તવું એટલો જ છે અને આ આશયને લક્ષ્યમાં રાખીને તૈહિદ-ઈ-ઈલાહીની
સ્થાપના આપણે કરેલી છે. આપણે આશય આ રીતે શુદ્ધ અને કોઈ પણ ધર્મને બાધક થાય તેઓ નથી; તે પણ તેમાં આપણે ફલિભૂત થશું કે નહિ, એની મને શંકા જ રહ્યા કરે છે, કારણ કે આપણું આ ધાર્મિક ઐકયતાના પ્રયાસથી હિન્દુ તેમજ મુસલમાનને મોટે ભાગ વિરુદ્ધ છે, એટલું જ નહિ, પણ તેવા વિરોધીઓ આપણું વિરુદ્ધ ખટપટ પણ ચલાવી રહ્યા છે. મારી પ્રજાનાં સુખશાંતિ અને મારા મુલકના સામાન્ય હિતની ખાતર હું તેના વિરોધીઓની દરકાર નહિ કરતાં ધાર્મિક ઐકય કરવાના ઉમદા વિચારને સતત વળગી રહેવા ઈચ્છું છું અને તમે મારા સર્વ મિત્રો મારા આશયને સમજી મને આ કાર્યમાં સહાય કરવાને સદા તત્પર રહેશે, એવી મારી ઈચ્છા છે. તેમ છતાં જેઓ મારા મતથી વિરુદ્ધતા ધરાવતા હોય, તેઓને આગ્રહથી મારા પ્રયાસમાં જોડાવાનું હું કહેતા નથી; કારણ કે ધર્મ સંબંધી વિષયમાં હું