________________
મેવાડના પુનરુદ્ધાર
છે ?' કાજીએ એમ કહીને શાહ મનસુર કે જે પેાતાના મતને સર્વથા મળતા આવતા હતા, તેને પૂછ્યું.
“ખરાબર છે, કાજીસાહેબ ! તમારુ` કથન રાસ્ત છે.” શાહ મનસુરે હા ભણી.
કાજીસાહેબ ! મને માફ કરજો; પરંતુ મારે કહેવું જોઇએ કે તમે ધાર્મિક ઐકય સબંધી નાહક વહેમને ધરા છેા. ધાર્મિક ઐકયનેા અથ એવા નથી કે બધાંએ ઇસલામ કે હિન્દુ ધર્મને જ ગ્રહણુ કરવા; તેના અર્થ માત્ર એટલે જ છે કે હિન્દુ, જૈન અને ઇસલામ ધર્મોમાં અરસપરસ જે મતભેદે છે, તેને એક બાજુએ રાખીને સર્વ ધર્મના અનુયાયીએએ દેશના સામાન્ય હિતની ખાતર પોતાની વચ્ચેના વૈમનસ્યને દૂર કરીને પરસ્પર ભ્રાતૃભાવથી વ વું. તૌહિદ-ઈ-ઈલાહીના અર્થ અથવા તા સિદ્ધાંત આ જ છે; તેમ છતાં આવા સામાન્ય વિષયમાં તમે આનાકાની કરીને શહેનશાહને અવળે રસ્તે દારવા માગા છે, એ તમારા જેવા વિદ્વાન પુરુષને યોગ્ય નથી.” અજીલાલે ધાર્મિક ઐકયના ખુલાસેા કરતાં કહ્યું.
19
“અખુલક્જલ ! શહેનશાહને હું અવળે રસ્તે દારવા માગું છુ' કે તમે દ્વારવા માગેા છે, એ હકીકતને સર્વ ઈસલામીએ સારી રીતે જાણુતા હાવાથી તમારે મને એ વિષે કાંઈ પણ કહેવાની જરૂર નથી. હું તેા મને જે યેાગ્ય લાગે છે, ખુલ્લા દિલથી શહેનશાહને તુરત જ કહુ' છું; કારણ કે હું તેને મારી ફરજ સમજું છું; પરંતુ તેથી તેમણે મારા વચનેને માન્ય રાખવા જ જોઈએ, એવા મારા તમને આગ્રહ નથી.' કાજીએ સહેજ રાષપૂર્વક કહ્યું,
હું કયાં કહું છું કે તમે એવા આગ્રહ કરેા છે ? અને કદાચ કરતા હૈ!; તા પશુ શહેનશાહ તેને વગર વિચાયે` માની લે, એવા ઉતાવળા કે બુદ્ધિહીન નથી. ખુદાતાલાએ તેમને સમજણુ શકિતની ઉત્તમ ક્ષિસ ઉદાર હાથે આપેલી હેાવાથી તેએશ્રી હરÀાઈ પુરુષના આગ્રહને અને તેની વાર્તાના મને સહેજમાં સમજી શકે તેવા છે અને તેથી તમે આગ્રહ કરી કે ન કરે!, એ સરખુ જ છે.” અબુલફજલે કાછને સચોટ જવાબ આપ્યા અને તેથી કાજીની આંખેામાં રતાશ છવાઈ ગઈ અને તે તેના પ્રત્યુત્તર આપવાને તૈયારી કરતા હતા; પરંતુ અકબરે તેને નેત્રની ઈશારતથી શાંત રહેવાની સૂચના કરી એટલે તે અનિચ્છાએ પણ ચૂપ રહ્યો.