________________
ધાર્મિક ઐક્ય.
૧?
અકબરે રાજા બીરબલ તથા દિવાન ટોડરમલને એક જ અભિપ્રાય જાણીને ગંભીરતાથી કહ્યું. “તમારે શુદ્ધ અને નિષ્પક્ષપાત અભિપ્રાય જાણીને મને સંતોષ થયો છે; કારણ કે આપણી આ સભામાં હરકેઈ સભાસદને સંપૂર્ણ સ્વતંત્રતા અને નિડરતાથી વિષય પર પિતાનાં અભિપ્રાય આપવાની છુટ છે; પરંતુ તાનસેનની ગાયનકળાને માટે આપણે અત્રે વાદવિવાદ કરવાનું નથી અને તેથી એ વાતને પડતી મૂકવાની હું સર્વને સૂચના કરું છું અત્રે આપણે જે વિષયને હાથ ધરી વાદવિવાદ કરવાનો છે અને ચર્ચા ચલાવવાની છે, તે આપણા નવિન પંથને પુષ્ટ કરવા વિષેને હેવાથી તે સંબંધી પોતપોતાના વિચારે જણાવવાને માટે હું તમારું સર્વનું ધ્યાન ખેંચું છું.”
બાદશાહના છેવટના શબ્દો સાંભળી કાજીએ જરા આવેશપૂર્વક કહ્યું. “નામવર શહેનશાહ ! ધાર્મિક ઐકય સાધવાને માટે આપે નૈહિદઈ-ઈલાહી નામક નવિન પંથ સ્થાપીને જે પ્રયાસ કરવા માંડે છે તે પરવર દેગારના ફરમાનથી વિરુદ્ધ છે, એમ હું ઘણીવાર કહી ગયે છું અને હજ પણ એમ જ કહું છું. માટે આપ એ ભ્રમમૂલક પ્રયાસને ત્યાગ કરીને પાક ઈસમાલ ધર્મને પ્રચાર કરવાના કાર્યને હાથ ધરે, એવી મારી આપને અરજ છે.”
“મારી પણ આપને એવી જ અરજ છે; કારણ કે કાજી સાહેબ જે કહે છે, તે બીલકુલ સત્ય છે.” અબદુલકાદરે કાજીના મતને પુષ્ટિ આપતાં કહ્યું.
પરંતુ ધાર્મિક ઐકય સાધવાને હું જે પ્રયાસ કરું છું, તે પરવરદેગારને ફરમાન વિરુદ્ધ શી રીતે છે, તે મને જરા સમજાવશો ?” અકબરે કાજીને ઉદ્દેશીને પૂછયું.
“એ હકીક્ત આપને કેાઈ વખતે એકાંતમાં સમાવીશ; પરંતુ તે પહેલાં આપને એ સમજાવવાની જરૂર છે કે હિન્દુ અને ઈસલામ એ ઉભય વિરોધી ધર્મનું ઐકય થવું શું સંભવિત છે? હરગીજ નહિ અને તેથી જ હું આપને અરજ ગુજારું છું કે આપ ધાર્મિક ઐક્યના પ્રયાસને છોડી દે–સદંતર છોડી દે. હા, એટલું છે કે જે આપને ધાર્મિક ઐકય ખરી રીતે કરવું જ હોય તો કાં તે બધાને મુસલમાન કરવા જોઈએ અને કાં તો આપણે બધાએ હિન્દુ થઈ જવું જોઈએ. કેમ શાહ મનસુર ! તમારે આ વિષે શો અભિપ્રાય