________________
૧૧૨
મેવાડને પુનરુદ્ધાર
તમે એકાદ મીઠું અને મધુર ગાન સંભળાવીને અમારા સર્વના દિલને ખુશ કરો એવી મારી ઈચ્છા છે.” બાદશાહે કહ્યું.
તાનસેને બાદશાહની ઈચ્છાને જે દૂકમ કરીને પિતાના કર્ણપ્રિય કઠને ખુલ્લું મૂકી દીધો :
“તેરી બદન કમળ પર શામ સુંદર પીય રીઝ રહે એક ઠર, બીન દેખે નેન, જયાકું ન પરે ચેન, બેલત એર કે ઓર, ઘરી ઘરી પછિન કર ન પરત હે ઓર ન સુઝત કેઈ ઠેર, તાનસેનકે પીયાસે ઉઠ હીતમીલ કરો નહારત દોર - તેરી બદન કમળપર..................”
તાનસેને ઉપર્યુક્ત ગાન એવા તે મને રંજક આલાપ અને મીઠા સૂરથી ગાઈ બતાવ્યું કે તેને સાંભળનારા સર્વે સભાસદે ઘડીભર મંત્રમુગ્ધ બની ગયા અને તેઓ એક અવાજે તેની પ્રશંસા કરયા મંડી ગયા. ખુદ બાદશાહે પણ તાનસેનની ગાયનકળાના વખાણ કરતાં બીરબલને ઉદ્દેશીને કહ્યું. "બીરબલ! ગાયનાળામાં તાનસેન ઘણું જ ઉસ્તાદ અને પ્રવીણ છે. મને લાગે છે કે સમસ્ત હિન્દુસ્થાનમાં તેના જેવો બીજે ગાયક ભાગ્યે જ હશે.”
બાદશાહ સલામતની એ માન્યતા સત્ય છે કે તાનસેન ગાયનકળામાં ઘણું જ ઉસ્તાદ છે; પરંતુ તેથી તેના જેવો બીજે કઈ ગાયક સમસ્ત હિન્દુસ્તાનમાં ભાગ્યે જ હશે, એમ કહેવું એ મને જરા અતિશયોકિત ભરેલું લાગે છે.” બીરબલે ખરી હકીકત કહી બતાવી.
રાજા બીરબલનું કથન સર્વથા સત્ય છે.” દિવાન ટેડરમલે તેના મતને અનુમોદન આપતાં કહ્યું.
* હિન્દુસ્થાન જેવા વિશાળ દેશમાં મિયાં તાનસેનથી પણ ગાયનકળામાં અધિક ઉસ્તાદ ગાયકે હેવા, એ કાંઈ અસંભવિત વાત નથી. જ્યાં સુધી આપણે બીજા જ્ઞાત પુરુષોના સહવાસમાં આવ્યા હતા નથી, ત્યાં સુધી તુલનાના અભાવે આપણે એક વ્યકિતને બહુ જ મહત્વ આપી દઈએ છીએ અને એમ બનવું એ સ્વાભાવિક પણ છે. આ ઉપરથી મિયાં તાનસેનને હું ઉતારી પાડવા ઈચ્છતો નથી; કારણ કે તેમની ગાયનકળાની નિપુણતા માટે મને સંપૂર્ણ માન છે. મારો કહેવાને ભાવાર્થ માત્ર એટલે જ છે કે તાનસેનજી જેવા બીજા ગાયકે પણ ભાગ્યે જ હશે.” એ માન્યતા જરા ઉતાવળી છે.