________________
પ્રરણુ ૧૯હ્યું ધાર્મિક એક્ય
શહેનશાહ અકબરના સંબંધમાં આપણે જાણવા યોગ્ય ઈતિહાસ પ્રસ્તુત નવલકથામાં વાંચી ગયા છીએ અને તેના ગુણદેષની બને બાજુઓને પણ પ્રસંગોપાત જોઈ ગયા છીએ.
બાદશાહ અકબર સારી રીતે સમજતો હતો કે હિન્દુસ્થાનના લોકે પિતાના ધર્મને પિતાના પ્રાણ કરતાં પણ વધુ ચાહનારા છે અને તેથી તેણે જુદા જુદા ધર્મને માનનારા વિદ્વાનોની એક સભા સ્થાપી હતી અને તે દ્વારા ' પિતે દરેક ધર્મનું રહસ્ય સમજીને સર્વને સંતોષ આપતો હતો. હિન્દુ અને મુસલમાન એ એક વિરુદ્ધ સ્વભાવ, વિરુદ્ધ આચાર વિચાર અને વિરુદ્ધ ધર્મને ધારણ કરનારી જાતિઓ હોવાથી તેમનું ધાર્મિક ઐક્ય કરવાની ખાતર તેણે આ સભા સ્થાપી હતી અને તેનું નામ તૈહિદ-ઈ-ઈલાહી એટલે કે “પરમતત્વની એકતા' એવું રાખ્યું હતું. આ સભાને માટે તેણે ફતેપુર સીક્રીમાં ખાસ મકાન તૈયાર કરાવીને તેને ઈબાદતખાનાનું નામ આપેલું હતું. શહેનશાહ અકબરે છે કે પોતાની રાજગાદી આગ્રામાં રાખેલી હતી; તે પણ તે પોતાને ઘણેખરે સમય ફત્તેહપુર સીકીમાં જ ગાળતો હોવાથી તેણે ઈબાદતખાનાના અતિ ભવ્ય અને સુંદર મકાનને ત્યાં જ બંધાવ્યું હતું. બાદશાહ આ ઈબાદતખાનામાં બેસીને પ્રત્યેક ધર્મના વિદ્વાનની સાથે ધાર્મિક ચર્ચા ચલાવતો હતો અને પોતાની શંકાનું સમાધાન કરતો હતો. વિદ્વાન અને તત્ત્વજ્ઞ પુરુષના સહવાસ અને નિત્યના પરિચયથી તેનું જીવન ઉજ્જવળ બનતું જતું હતું; પરંતુ જ્યારથી તેને જૈનાચાર્ય શ્રી હીરવિજયસૂરિને સમાગમ થયા અને તેમના ઉત્તમ અમૃતમય ઉપદેશનું તેણે પાન કર્યું, ત્યારથી તેના જીવનમાં ઘણો જ ફેરફાર થઈ ગયા હતા અને તે એટલે સુધી કે કેટલાક કટ્ટર મુસલમાને તેના જીવનમાં થયેલા ફેરફારના અંગે તેના આચાર-વિચાર જોઈને તેનાથી નારાજ થઈ ગયા હતા અને ખુદ શાહજાદા સલીમને પોતાના બાબાની વિરુદ્ધ ઉશ્કરીને તેની સામે બળવો જગાડવાને પણ લલચાવી શક્યા હતા; પરંતુ મહા વિચક્ષણ અને રાજ્યકાર્યકુશળ અકબરે પોતાના વિરોધીઓને શામ, દામ, ભેદ અને દડથી સમજાવીને પિતાની સત્તા જેવીને તેવી ટકાવી રાખી હતા.