________________
કષ્ટને અવધિ
૧૦૭
તેણે કહ્યું. “ભામાશાહ ! ખરેખર મારી ભૂલ થઈ છે. દુઃખના અતિરેકથી મારાથી નિરાશાના જે શબ્દો બોલી જવાયા છે, તે માટે મને હવે ઘણે જ પશ્ચાત્તાપ થાય છે. મારાં પ્રિય બાળકને સુધાના દુઃખથી પીડાતાં જોઈને મારી ધીરજ ચાલી ગઈ હતી, પરંતુ તમારા તથા મહારાણીના આવેશપૂર્ણ શબ્દોથી મારામાં પુનઃ ધીરજ અને દઢતાએ આવીને વાસ કર્યો છે અને તેથી ભગવાન એકલિંગજીના સેગન ખાઈને પ્રતિજ્ઞા કરું છું કે હું જે દુઃખને અનુભવ હાલ કરી રહ્યો છું તેનાથી અધિકતર દુખને અનુભવવાને સમય ભવિષ્યમાં કદાચ પ્રાપ્ત થાય અને મૃત્યુ બે દિવસ પછી આવતું હોય, તે ભલે આજે જ આવે; પરંતુ મેગલના દાસત્વને નહિ સ્વીકારવાને મેં જે નિશ્ચય કર્યો છે, તેને પૂર્ણ દઢતા અને અડગ શ્રદ્ધાથી વળગી રહીશ. કહે, પ્રિયદેવી અને ભામાશાહ ! હવે તમે શું કહેવા માગો છો ?”
“પ્રાણનાથ !' પદ્માવતીએ તુરત જ ઉત્તર આપે. “હવે અમારે કાંઈ પણ કહેવાનું છે જ નહિ અને જે હોય, તો તે માત્ર એટલું જ છે કે ભગવાન એકલિંગજીની કૃપાથી આપને નિશ્ચય ફળિભૂત થાઓ.”
મારું કહેવાનું પણ એટલું જ છે કે પરમાત્માની કૃપાથી આપનો વિજ્ય થાઓ.” ભામાશાહે કહ્યું.
પ્રતાપસિંહ ઉત્સાહિત વદને કાંઈક બોલવા જતો હતો, એટલામાં તેના એક વિશ્વાસુ ભીલે તેની સામે આવી તેને નમીને તેના હાથમાં એક કાગળ મૂક્યો. પ્રતાપે કાગળને હાથમાં લઈ આમ તેમ ફેરવતાં આવેલ ભીલને પૂછયું. “મારા મિત્ર પૃથિવીરાજને આ કાગળ જણાય છે. કેમ ખરું ને ?”
- “જી હા, તેમને જ આ કાગળ છે અને તેને લઈને આગ્રા ગયેલે આપણે દૂત હમણાં જ આવી પહોંચે છે.” ભીલે જવાબ આપે.
પ્રતાપસિંહે સદરહુ કાગળને ખેલીને ભામાશાહને વાંચવા માટે આ અને તેણે સાંભળી શકાય તેટલા અવાજથી તેને નીચે મુજબ વાંચ્યોઃવિર શિરોમણી રાજેન્દ્ર !
વિનંતી કે સલુંબરરાજ શ્રી ગોવિંદસિંહજીના હાથથી લખાયેલો મારા મિત્ર કરમચંદ ઉપર આવેલ આપને કાગળ મળે છે અને તેને વાંચીને મને ઘણો જ આનંદ થયો છે. સલું બરરાજની લેખનશૈલી ઉપરથી આપ કેટલેક અંશે કાયર થઈ ગયા છે, એવું ગર્ભિત રીતે મને જણાયું છે