________________
કષ્ટના અધિ
નહિ; પરંતુ તેને ભૂલવી કે ન ભૂલવી, એ બન્ને હવે સરખુ જ છે; કારણ કે આવા અત્યંત ભયંકર દુ:ખનાં સમયમાં મેવાડનેા પુનરુદ્ધાર મારાથી થવા શુ સવિત છે કે મારે તેને સ્મરણમાં રાખવી ? નહિ જ અને તેથી આવી દુઃખી અને અપમાનજનક સ્થિતિમાં પ્રતિજ્ઞાનું પાલન કરવાના આગ્રહને ટકાવી રાખી હું હવે તમને વધારે વખત દુ:ખી કરવાને માગતા નથી. પ્રિયદેવી ! હવે હુ· તમારા મિથ્યા આશ્વાસનને માનવાના નથી; કિન્તુ મને જે ઠીક લાગશે તે જ કરવાની છું.”
પદ્માવતી કાંઈક ખેલવા જતી હતી, પણ એટલામાં મંત્રીશ્વર ભામાશાહને આવતા જોઈને ચૂપ થઈ ગઈ અને તેની સામે જોઈ રહી. ભામાશાહે રાજદંપતીને નમન કરીને મહારાણા તરફ જોઈ મહારાણીને ઉદ્દેશીને પૂછ્યું', “રાજરાણી ! શી વાતચીત ચાલી રહી છે ? મહારાણા કેમ ઉદાસ જષ્ણુાય છે ?' મહારાણીએ જવાબ આપ્યા. “મંત્રીશ્વર ! વાતચીત ખીજી શી ઢાય ? તમારા મહારાણા બાળકાનું ક્ષુધાનું દુઃખ જોઈ ઉદાસ અને નિરાશ થઈ ગયા હાવાથી હું તેમને આશ્વાસન આપું છું; પરંતુ તેઓશ્રી કહે છે કે હું હવે તમારા નિરાશ મિથ્યા આશ્વાસનને માનવાના નથી; કિન્તુ મને જે ઠીક લાગશે; તે જ કરવાના છેં."
૧૦૫
“મહારાણી !'' ભામાશાહે કહ્યું “આપની વાતને હું અસત્ય ઠરાવવા ઇચ્છતા નથી; પરંતુ વીશિરામણી અને દૃઢપ્રતિજ્ઞ મહારાણાના સ્વભાવને હું જાણું છું; તેઓશ્રી નિરાશાના ઉદ્ગારા કાઢે, એ મને સ`ભવિત લાગતુ નથી. શું સિદ્ધ કદાપિ ધાસ ખાવાને તૈયાર થતા હશે ખરા ?’
“મંત્રીશ્વર !' મહારાણાએ કહ્યું. “તમારી વાતના હુ" સ્વીકાર કરું છું કે સિંડ કદાપિ ધાસ ખાય નહિ; પરંતુ મહારાણાની ઉદાસ મુખમુદ્રાને અને તેમની દુČળ સ્થિતિને એક વખત જોઈ લ્યે! અને પછી જે કહેવું હોય, તે મને કહેજો.''
ભામાશાહે મહારાણાની મુખમુદ્રા તરફ જોયુ' તેા ખરેખર તેની ઉપર ઉદાસિનતા અને નિરાશાની કાલિમા છવાઈ ગઈ હતી અને તેથી તેણે પૂછ્યું, “મહારાણા ! મેવાડેશ્વર ! દેવી પદ્માવતી જે હકીકત કહે છે, તે શું સત્ય છે ?” “હા, તે જે કહે છે, તે સત્ય છે; કારણ કે હવે મારા દુઃખના અવધિ આવી રહ્યો છે, હવે હુ. તેને સહન કરવાને તૈયાર નથી,” મહારાણીએ જવાબ આપ્યા.