________________
૧૦૪
મેવાડને પુનરુદ્ધાર
નીચે બેસી ગયે, કેટલીકવાર રડીને હત્યના ભારને ઓછા કર્યા પછી તેણે પિતાની પત્નીને કહ્યું “પ્રિયા ! થયું, હવે આપણે દુખને અવધિ આવી રહ્યો છે; કારણ કે રાજભવમાં ઉછરેલા બાળકનું સુધાનું દુઃખ જોઈને મારી ધીરજ પણ હવે રહેતી નથી. ધીરજ કયાં સુધી રહે? રાજ ગયું, વૈભવ ગયે, ધનને નાશ થયો, કીર્તિ ગઈ અને છેવટે ભૂખનાં દુઃખથી પ્રિય બાળકોના પ્રાણ પશુ જવાની તૈયારીમાં છે; હવે બાકી શું રહ્યું કે ધીરજને રાખવી ? દેશની સ્વતંત્રતાના યજ્ઞમાં સર્વસ્વની આહૂતિ આપવા છતાં પણ જ્યારે વિજયની આશા જણાતી નથી, ત્યારે પછી આમ કયાં સુધી અને શા માટે દુઃખી થવું જોઈએ ? હું પરમાત્મા ! હે કૃપાળુ ભગવાન ! હવે આ દુઃખને જોયું જાતું નથી; હવે તે સહન થતું નથી અને તેથી જીવીને પણ હવે શું કરવું છે ? કાં તો આ દુઃખી જીવનને સ્વેચ્છાએ અંત આણવો અને કાં તે આ ભૂમિને સદંતર ત્યાગ કરીને ચાલ્યા જવું. આ બન્નેમાંથી એક ઉપાય અજમાવ્યા સિવાય હવે અન્ય એક પણ માર્ગ આપણું માટે રહ્યો નથી. પ્રિય દેવી! કહે સત્ય હોય તે કહે કે આ ઉભય ઉપાયમાંથી મારે કયા ઉપાયને ગ્રહણ કરવો ?”
મહારાણએ જોયું કે પોતાના પતિ તદ્દન નિરાશ થઈ ગયા છે અને તેથી નિરાશાના અતિરેકથી તે વગર વિચાર્યું કેઈ પણ કાર્ય કરી બેસશે, એમ વિચારીને તેણે તેની પાસે જઈ ને અત્યંત મીઠી મધુર વાણીથી કહ્યું. “પ્રાણપતિ !”
કેમ ?” મહારાણાએ આંખો ફાડીને કહ્યું !
“આપને આ શું થયું છે ? આપ કેમ સાવ નિરાશ થઈ ગયા છો ? મેવાડને સિંહ એક સામાન્ય દુઃખથી શું કાયર બની ગયો છે કે તેના મુખમાંથી નિર્બળ શિયાળને પણ ન છાજે તેવાં અયોગ્ય વચને નિકળે છે ? મહારાણું ? પ્રાણનાથ ! આપ વિચાર કરો કે આપ કોણ છો ? આપની પ્રતિજ્ઞાને યાદ કરો. ગમે તે ભોગે અને ગમે તે ઉપાયે મેવાડને પુનરુદ્ધાર કરવાની આપે પ્રતિજ્ઞા કરી છે, તેનું શું આપને વિસ્મરણ થયું છે ? હું નથી ધારતી કે આપને તેનું વિસ્મરણ થયું હોય અને તેમ છતાં આ૫ આવા નિરાશાના ઉદ્દગારો કાઢો છે એ શું આપને શોભે છે ?” પદ્માવતીએ આવેશપૂર્વક કહ્યું.
પ્રતાપસિંહે દિલગીરી ભરેલા સ્વરથી કહ્યું. “વહાલી ! પ્રતિજ્ઞાને હું ભલી ગયો નથી અને જ્યાં સુધી મારી હૈયાતી હશે, ત્યાં સુધી ભૂલીશ પણ