________________
પ્રકરણ ૧૮મું કષ્ટને અવધિ
ચાન્ડ નગરના ઉપવનમાં થયેલ યુદ્ધમાં મોગલોનો પરાજય થયા પછી તેઓ પુનઃ મોટું સન્મ લઈને પ્રતાપસિંહ ઉપર ચડી આવવાની તૈયારી કરી રહ્યા હતા. આ ખબર પ્રતાપસિંહને પિતાના ગુપ્ત દૂત મારફત મળતાં તેણે ભામાશાહ તથા ગોવિંદસિંહની સલાહથી ચાન્ડ નગરને ત્યાગ કરીને આબુથી બાર ગાઉ પશ્ચિમમાં દૂર આવેલા પહાડોમાં ચાલ્યા જવાનો નિશ્ચય કરી રાખ્યો હતો, એ આપણે સત્તરમા પ્રકરણમાં જોઈ ગયા છીએ. આ વખતે પ્રતાપસિંહની પાસે સૈન્ય માત્ર નામનું જ હતું; કારણકે તેના ઘણાખરા બહાદૂર દ્ધાઓ છેટલા યુદ્ધમાં માર્યા ગયા હતા અને જે બચ્યા હતા તેઓ પણ તેની પાસે આવી દુઃખી સ્થિતિમાં કેટલો સમય રહેશે, તે વિષે કાંઈ કહી શકાય તેમ ન હતું અને તેથી જ્યારે તેણે ચાન્ડ નગરને ત્યાગ કર્યો, ત્યારે તેની સાથે માત્ર તેના પરિવારનાં માણસે, તેનાં આપ્તજનો, તેનાં ત્રણ ચાર વિશ્વાસુ સરદારે, થોડાક રાજપૂત સૈનિકે અને તે સિવાય કેટલાક વિશ્વાસુ ભલે જ માત્ર હતા. સમસ્ત મેવાડમાંથી એક પણ નગર કે એક પણ ગામ પ્રતાપસિંહના કબજામાં રહ્યું ન હતું. તેને પિતાને રાજા જાણુને કોઈ પણ મનુષ્ય આશ્રય આપે તેમ પણ નહોતું અને તેથી તેણે કઈ ગુપ્ત અને દૂરના પ્રદેશમાં ચાલ્યા જવાને વિચાર કરીને વનમાં આશ્રયહીન અને નિરાધાર માણસની જેમ આમથી તેમ અને તેમથી આમ ભટકવાનું શરૂ કર્યું. ઘડીમાં એક સ્થળે તે ઘડીમાં બીજે સ્થળે એ પ્રમાણે વનમાં ભટકતાં ભટકતાં તેના દુઃખને અવધિ આવી રહ્યો હતો. એકાદ ગુપ્ત સ્થળ શોધીને ત્યાં વસવાનો નિશ્ચય કરતો હતો કે તુરત જ તેના ભીલદૂતે મોગલે તેની શોધમાં આવી પહોંચ્યાની ખબર આપતા હતા અને તેથી તેને તાબડતોબ ત્યાંથી ચાલ્યા જવું પડતું હતું અને બીજા સ્થળની તપાસ કરવી પડતી હતી. કેઈ વખતે વનમાંથી કંદમૂળાદિ જે મળતું હતું. તેને ખાઈને પિતાની ક્ષુધાને તૃપ્ત કરવાની ખાતર તે પિતાના પરિવારનાં માણસો સાથે બેસવાની તૈયારી કરતા હતા, પરંતુ તે દરમ્યાન શત્રુઓના આગમનના સમાચાર તેને મળતા અને તેથી ખાવાનું મુલતવી રાખીને પણ તેને પિતાનાં