________________
કષ્ટને અવધિ
૧૦૩
આપ્તજનેને બચાવવાની ખાતર નાસી જવું પડતું હતું. આ પ્રમાણે એક બે વાર નહિ, પણ ઘણી વાર બનતું હોવાથી તેના દુઃખને હવે પાર રહ્યો ન હતો. મોગલ તેની શોધ એટલી બધી ખંતથી અને કાળજીથી કરતા હતા કે તે એક પણ સ્થળે નિરાંત કરીને રહી શકતો નહોતો અને ઘડીએ ઘડીએ તેને એક સ્થળેથી બીજે સ્થળે અને બીજે સ્થળેથી ત્રીજે સ્થળે નાસી જવું પડતું હતું. મેવાડના મહારાણા પ્રતાપસિંહની આ સમયે એટલી બધી દુઃખદ અવસ્થા થઈ પડી હતી કે તેને અને તેના માણસોને ખાવાને પેટપૂર અને પણ મળતું નહોતું અને કદિ જ્યાં ત્યાંથી લાવીને ખાવાને બેસતાં તો મેંગલો તેની શોધમાં નિરંતર ફરતા રહેતા હોવાથી તેમને નિરાંતે બેસીને ખાવાને વખત પણ રહેતો નહોતે. ટૂંકમાં કહીએ તે આ સમયની પ્રતાપસિંહની સ્થિતિ એક ગરીબમાં પણ ગરીબ અને નિર્ધનમાં પણ નિર્ધન દુઃખી ભિક્ષુકની સ્થિતિ કરતાં પણ ખરાબ હતી.
પ્રાણનાથ !” પ્રતાપસિંહની પત્ની પદ્માવતીએ રડતાં રડતાં કહ્યું. આજ સુધી મેં અનેક સંકટને હસતા મોઢે સહન કર્યા છે, પરંતુ હવે આપણાં પ્રિય બાળકોનું દુઃખ જોઈને મારી ધીરજ રહેતી નથી અને તેથી જ અનિચ્છાએ પણ આંખમાંથી અશ્રુઓ નીકળી પડે છે.”
“આપણું બાળકનું કયું દુઃખ જોઈને તેને રડવું આવે છે, પ્રિયા !” પ્રતાપસિંહે જીજ્ઞાસાથી પૂછયું.
“પ્રિય પતિ ! તેમનાં સુધાનાં અત્યંત તીવ્ર દુઃખને જોઈને મને રડવું આવે છે. તેઓ બિચારાં ભૂખથી એવાં તો બેહાલ થઈ ગયાં છે અને એવાં તો કલ્પાંત કરી રહ્યા છે કે મારાથી તેમનું એ દુ:ખ જોઈ શકાતું નથી, આપ એક વખત પર્ણકુટીમાં આવીને જુઓ તો ખરા કે કેવી તેમની ભયંકર હૃદયવિદારક સ્થિતિ છે?” મહારાણીએ જવાબ આપતાં કહ્યું.
મહારાણીને ઉપર્યુક્ત કથનથી પ્રતાપસિંહ જ્યાં બેઠા હતા, ત્યાંથી તુરત જ ઊભો થયો અને તેની સાથે તૃણુ અને કાઝથી બાંધેલી કામચલાઉ પર્ણકટી દ્વાર પાસે ગયે. દ્વારમાં ઊભા રહીને તેણે પોતાના બાળકની જે દયાજનક સ્થિતિ જોઈ તેથી તેનું હૃદય અત્યંત દિલગીરીમાં ગરકાવ થઈ ગયું અને તેથી તે એકદમ ત્યાંથી પાછો ફર્યો. પાછા ફરતાં ફરતાં તેની આંખોમાંથી પણ અશુઓ જેસબંધ નીકળવા લાગ્યાં અને તેથી જ્યાં ઊભે હતો ત્યાં જ