________________
૧૦૬
મેવાડને પુનરુદ્ધાર
“પણ આમ નિરાશ થવાનું કોઈ કારણ છે ?” ભામાશાહે પુનઃ પૂછયું.
“કારણ” પ્રતાપસિંહે કહ્યું “કારણ વિના કાર્ય સંભવતું જ નથી. ધન, કીતિ, માન, મોટાઈ, વૈભવ, વિલાસ, રાજપાટ વગેરે સર્વ સુખનાં સાધનેને ત્યાગ કરીને દેશની સ્વતંત્રતા સાચવવાને માટે વનવાસને પ્રહણ કર્યા છતાં પણ જયારે જય મેળવવાની એક પણ આશા રહી નથી, ત્યારે દુરાગ્રહને વશ થઈ અસહ્ય દુઃખને સહન કરવા, એ શું મૂર્ખતા નથી ? મંત્રીશ્વર ! હવે તો જે રીતે હું મારા આતજનને સુખી કરી શકું, તે જ રીતને ગ્રહણ કરવાની છે અને તેથી જ હું કહું હવે તમારા મિથ્યા આશ્વાસનને નહિ માનતાં મને જે ઠીક લાગશે તે જ કરીશ.”
મહારાણા! કોઈ દિવસ નહિ અને આજે આપને આપનાં આપ્તજમને બહુ મેહ લાગે, એનું શું કારણ? આપ વિચાર કરશે તે જણાશે કે અમે પણ અમારાં આપ્તજનને સુખી કરવાને આતુર છીએ, પરંતુ તેમને સુખી શી રીતે કરવા ? બીજા રાજપૂત રાજાઓએ જેવી રીતે પિતાની
સ્વતંત્રતા વેચીને તથા પોતાની બહેન-દીકરીઓને મેગલ બાદશાહને આપીને મહાન ઐશ્વર્યને પ્રાપ્ત કરી પિતાનાં વહાલાંઓને સુખી કર્યા છે એવી રીતે શું આપ તેમને સુખી કરવાને ચાહો છે? અને જે ચાહે છે તે આપ શહેનશાહ અકબરનું દાસત્વ સ્વીકારવાને શું તૈયાર છે ?” ભામાશાહે આવેશપૂર્વક કહ્યું.
"શહેનશાહ અકબરનું દાસત્વ! મેગની ગુલામગીરી ! મંત્રીશ્વર ! તમે શું કહે છે, તે હું સમજી શકતા નથી. શું હું મારી પુત્રીને વિધમ મોગલ બાદશાહને આપીને તથા મારી સ્વતંત્રતાને વેચીને મારાં આપ્તજનને સુખી કરવાનું ચાહીશ, એમ તમે માને છે ? અને જો તમે એમ માનતા હે, તો તમારી એ માન્યતા તદ્દન ભૂલ ભરેલી છે.” પ્રતાપસિંહે દાસત્વ અને ગુલામગીરી શબ્દ ઉપર ભાર મૂકીને આશ્ચર્ય દર્શાવતાં કહ્યું.
મારી માન્યતા જયારે ભૂલભરેલી છે. ત્યારે આપ શી રીતે સુખી થવાને ઇચ્છો છો ?” ભામાશાહે પૂછયું.
તે “શી રીતે ?” પ્રતાપસિંહે આશ્ચર્ય પામીને કહ્યું. અને એમ કહેતાં જ તે વિચારમાં પડી ગયે. કેટલાક સમય સુધી શાંતિપૂર્વક વિચાર કર્યા પછી