________________
૧૦૦.
મેવાડને પુનરુદ્ધાર
ચંપાદેવીએ પૃથિવીરાજની સામે અર્થસૂચક દૃષ્ટિથી જોઈને કહ્યું.
“રાજાસાહેબ ! મેં જે કહ્યું છે, તેમાં શંકા ધરાવાનું કશું પણ પ્રોજન નથી; કારણ કે હું આપને ચાહું છું એ નિર્વિવાદ વાત છે; પરંતુ આપને હું શા કારણથી ચાહું છું અથવા તે આપને મેં મારું હૃદય શા માટે અર્પણ કર્યું છે, તે હું પણ જાણતી નહિ. હેવાથી તેને ઉત્તર આપી શકીશ નહિ.” ચંપાદેવીએ સ્પષ્ટતાથી કહ્યું.
| ચંપાદેવીના ઉત્તર પછી પૃથિવીરાજે ક્ષણવાર વિચાર કરીને કહ્યું. ચંપાદેવી ! તારી બહેન લીલાદેવીનું મૃત્યુ થતાં અન્ય સ્ત્રીની સાથે લગ્નની ગાંઠથી જોડાવાને મારે વિચાર કિંચિતમાત્ર પણ નહોતું અને વિચાર પ્રમાણે વર્તવાને મેં નિશ્ચય પણ કરી રાખ્યા હતા; પરંતુ મારા મિત્ર અને સલાહકાર કરમચંદે આજે મને ફરીથી લગ્ન કરવાનો અને તે પણ તારી સાથે લગ્ન કરવાને એટલો બધો આગ્રહ કર્યો છે કે હું તેને તે બાબત સ્પષ્ટતાથી ના પાડી શકું તેમ નહિ હોવાથી વિચાર કરીને જવાબ આપીશ, એમ કહીને મેં તેના મનનું હાલ તુરત સમાધાન કર્યું છે. મારી માન્યતા એવી હતી કે તું મને ચાહતી નહિ હોય અને તેથી તારી પાસેથી તેને ખુલાસો મેળવ્યા પછી કરમચંદને હું જવાબ આપવાનો હતો કે ચંપાદેવી મને ચાહતી નથી એટલે પછી મારે તેની સાથે બળાત્કારે શી રીતે લગ્ન કરવું ? આવી રીતે તેને ઉત્તર આપીને હું મારા નિશ્ચયને વળગી રહેવા માગતો હાઈને મેં તારી પાસેથી તું કેમને ચાહે છે, એ જાણી લેવાના હેતુથી એ વિષયના પ્રશ્નો તને કર્યા હતા, પરંતુ તું જ્યારે મને ચાહે છે, ત્યારે તારા પ્રેમને અસ્વીકાર કરીને તને-મારી પ્રિય પત્નીની બહેનને દુઃખી કરવી અને સાથે સાથે મારા સાચા મિત્ર કરમચંદની સલાહને અમાન્ય રાખવી, એ હવે મને ઉચિત લાગતું નથી. ચંપાદેવી ! પ્રિયતમા લીલાદેવીને પ્રેમ એટલે બધો અગાધ હતો કે તેને હું મારા આખા જીવનપર્યત ક્ષણવારને માટે પણ ભૂલી શકું તેમ નથી; તે પણ મારી પ્રિયતમાના એ પ્રેમની અને ખુદ તેમની સ્મૃતિ કાયમ રાખવાને માટે હું તારી સાથે લગ્ન કરું તે મેં મારા પ્રિયતમાને અન્યાય આપે છે, એમ ગણાશે નહિ અને તેથી હું તારા પ્રેમને સ્વીકાર કરીને તે બદલામાં હું તને મારે અર્ધ પ્રેમ આપું તે તું મારી સાથે લગ્ન કરવાને ખુશી છે ?” પૃથવીરાજે નિખાલસ દિલથી બધી હકીકત કહીને છેવટે પૂછ્યું.
રાજાસાહેબ ! પ્યારા ! આપ મને આપનો અર્ધ પ્રેમ આપો કે