________________
ચ'પાદેવી
લલિત લલના લીલાદેવી ! પૃથિવીરાજ ચંપાદેવીને જોઈને–તેના અનુપમ રૂપલાવણ્યને નિરખીને પેાતાનું ભાન ક્ષણવારને માટે ભૂલી ગયા. તેણે પોતાના મનથી પ્રશ્ન કર્યો. શું આ લીલાદેવી છે ?' અંતરમાંથી તુરત જ જવાબ મળ્યા કે આ લીલાદેવી તા નથી, પણ તેની પ્રતિમૂર્તિરૂપ તેની બહેન ચપાદેવી છે. પૃથિવીરાજે ચંપાદેવીની સામે જોઈને કહ્યું. “ચંપાદેવી !” “શું કહેા છે!, રાજાસાહેબ !'' ચંપાદેવીએ પૂછ્યું.
“તું ખરેખર ચંપાદેવી છે કે લીલાદેવી ?'' પૃથિવીરાજે પ્રશ્ન કયા.
ee
“કેમ, આપ મને એળખી શકતા નથી, એ કેવી વાત ? હું ચંપાદેવી જ છું. લીલાદેવી હવે આ સંસારમાં નથી, એ આપ કયાં જાણુતા નથી ?'' ચ'પાદેવીએ એક નિઃશ્વાસ નાંખીને જવાબ આપ્યા.
“ઠીક, તું ચંપાદેવી છે તેા ભલે; પરંતુ લીલાદેવી તમે કદિ યાદ આવે છે? તુ તેને કદિ સંભારે છે?'પૃથિવીરાજે બીજો પ્રશ્ન કર્યો.
રાજા સાહેબ! એ પ્રશ્ન પૂછીને મને શા માટે દુઃખી કરા છે.! લીલાદેવી-મારી પવિત્ર અને સદ્ગુણી બહેનને હું દિનરાત સંભારું છું. પરંતુ સુભારવા માત્રથી તેના ચિરકાળને માટે થયેલા વિયાગ શુ* દૂર થાય તેમ છે ખરા ?'' ચ’પાદેવીએ પુનઃ નિશ્વાસ નાખીને જવાબ આપતાં પૂછ્યું.
'નહિ, તેના વિયેાગ મટીને સયેગ થાય તેમ નથી તે નથી જ. ઠીક, જવાદે એ વાતને; પરંતુ ચ'પાદેવી ! હું તારી પાસેથી એક વાત જાણુવા માગુ છું.” પૃથિવીરાજે મૂળ વાત લાવીને મૂકી.
“શી વાત જાણવા માગેા છે, રાજા સાહેબ ?'' ચ’પાદેવીએ પૂછ્યું. “એ જ કે તેં તારું દિલ કાઈને અપણુ કયુ" છે? તું કાઈને ચાહે છે ?'' પૃથિવીરાજે પૂછ્યું અને હવે તે શા ઉત્તર આપે છે, એ જાણુવાને તે આતુરષ્ટિએ તેની સામે જોઈ રહ્યો.
પૃથિવીરાજને નહી ધારેલા પ્રશ્ન સાંભળીને તે વિચારમાં પડી ગઈ અને શરમથી નીચુ' પણુ જોઈ ગઈ. તેણે તેના પ્રશ્નનેા કાંઈ પણ ઉત્તર આપ્યા નહિ.
પૃથિવીરાજતે જ્યારે કાંઈ પણ ઉત્તર મળ્યે નહિં, ત્યારે તેણે પુનઃ એ જ પ્રશ્ન કર્યા. ‘ચ’પાદેવી ! કેમ ઉત્તર આપતી નથી?તુ કાઈને ચાહે છે ?”