________________
ચંપાદેવી
મારી ફરજ છે; પરંતુ રાણીજીના મૃત્યુ પછી આપને જીવ ઉદાસ રહેતા હોવાથી આપને મારી સાચી સલાહ પણ વિપરીત લાગે છે અને તેથી જ આપ તેને ખોટે માર્ગ કહે છે.”
તમને મારા કથનથી માઠું લાગ્યું હોય તેમ જણાય છે; પરંતુ કરમચંદ ! તમે જ વિચાર કરો કે લીલાદેવી જેવી બીજી સ્ત્રી મળવી એ શું સહજ વાત છે ?” પૃથિવીરાજે પૂછ્યું.
જેમ એ સહજ વાત નથી, તેમ એ અસંભવિત પણ નથી; પરંતુ એથી લીલાદેવી શું આપને પુનઃ મળશે ખરા ?” કરમચંદે પૃથિવીરાજના પ્રશ્નનો ઉત્તર આપતાં સવાલ કર્યો.
નહિ જ; એક વખત મૃત્યુ પામેલું માણસ પુનઃ મળતું નથી. એ તે હું સારી રીતે જાણું છું.” પૃથિવીરાજે જવાબ આપે.
“તો પછી એ માટે શોક કરવાથી શું ફળ મળવાનું છે ? કાંઈ જ નહિ અને તેથી મારી વિનંતિને સ્વીકાર કરી આપ પુનઃ લગ્ન કરીને સુખી થાઓ, એવી મારી ઈચ્છા છે.” કરમચંદે મૂળ વાત લાવીને મૂકી.
“ધડીભર માને કે હું તમારી વિનંતિને સ્વીકાર કરીને લગ્ન કરવાને તૈયાર થાઉં; પરંતુ મારે કેની સાથે લગ્ન કરવું ? પૃથિવીરાજે પ્રશ્ન કર્યો.
“એ વિષે મેં મારાથી બનતી સઘળી ગોઠવણ કરી રાખી છે. લીલાદેવીના બહેન ચંપાદેવી આ૫ના રાણું થવાને સર્વાશ લાયક છે, અને વળી તેની સાથે લગ્ન કરવાથી સ્વર્ગસ્થ રાણીજીના પ્રેમને પણ આપ સ્મૃતિમાં રાખી શકશે. માટે આપે ચંપાદેવી સાથે લગ્ન કરવું એ ઉત્તમ છે.” કરમચંદે કરેલી સઘળી ગાઠવણુ કહી બતાવી.
“એ વાત પણ ઘડીભરને માટે હું સ્વીકારી લીં; પરંતુ શું ચંપા મને ચાહે છે ? અને જે તે મને ન ચાહતી હોય, તે તેની સાથે બળાત્કારે મારે લગ્ન કરવું, એ શું ઉચિત છે?” પૃથિવીરાજે પુનઃ પ્રશ્ન કર્યો.
કાઈની સાથે બળાત્કારે લગ્ન કરવાને માટે હું આપને આગ્રહ કરતો નથી; પરંતુ જે ચંપાદેવી આપને ચાહતા હોય, તો પછી આપ તેની સાથે લગ્ન કરવાને તૈયાર છેને ?” કરમચંદે એમ કહીને પૃથિવીરાજની સામે જોયું,