________________
પ્રકરણ ૧૭મું
ચંપાદેવી ન થા માલુમ કે ઉફતમેં ગમ ખાનાં ભી હોતા હે, જીગ૨કી એકલી ઓર જીકા ગભરાનાં ભી હોતા હે. અગર દાની સીમી રોઝન, અજલ દાગે જુદાઈરા, નમીકરદન બદલ રાશન, ચીરાગે આશનાઈર.”
કરમચંદ પુનઃ ઓરડામાં આવ્યું, ત્યારે પૃથિવીરાજ વિચારસાગરમાં ગોથાં ખાતે હતો અને તેથી તેને કરમચંદના આગમનની ખબર પડી નહિ.
કરમચંદે તેને બેધ્યાન જોઈને તેનું ધ્યાન પિતાની તરફ ખેંચવા માટે કહ્યું. “રાજાસાહેબ !”
પૃથવીરાજે ઝટ લઈને તેની સામે જોયું અને આતુરતાથી પૂછયું. કેમ કરમચંદ !”
“મારી એક વિનંતિ સાંભળશે?” કરમચંદે આસન ઉપર બેસતાં કહ્યું,
“મારા સાચા સલાહકાર અને મિત્રની વિનંતિને શું હું સાંભળીશ નહિ, એમ ધારીને તમે એ પ્રશ્ન કરે છે ?” પૃથિવીરાજે પૂછયું.
આપ મારી વિનંતિને નહિ સાંભળે, એ હેતુથી મેં એ પ્રશ્ન કર્યો નથી; પરંતુ આપને તેને સાંભળવા જેટલી અત્યારે ફુરસદ છે કે નહિ એ જાણવાના હેતુથી મેં એ પ્રશ્ન કર્યો છે.” કરમચંદે ઉત્તર આપ્યો.
“પ્રિય મિત્ર ! તમારી વિનંતિ કે શું પણ તમારી સલાહ પણ ગમે તે સમયે સાંભળવાની ફુરસદ જ છે, માટે તમારે જે કહેવું હોય તે ખુશીથી કહો, હું તેને સાંભળવાને તૈયાર જ છું.”
“બહુ સારું સાંભળે ત્યારે.” કરમચંદે એમ કહીને પૃથિવીરાજની બરોબર સામે જોઈને પૂછયું. “મારી વિનંતિ એવી છે કે આપ આમ ને આમ આ સ્થિતિમાં ક્યાં સુધી વખતને વ્યતિત કરશે ?”
“તમે શું કહેવા માગે છે, તે હું બરાબર સમજી શકતો નથી; માટે તમારે જે કહેવું છે, તે જરા સ્પષ્ટતાથી કહેશે, તે તેને સમજવાની મને સરલતા થશે.” પૃથિવીરાજે તેના મર્મને નહિ સમજતાં કહ્યું.