________________
૯૪
મેવાડને પુનરુહાર
કરમચંદ પાસેના બીજા ઓરડામાં ગયો અને ત્યાં બેસીને સલંબરરાજ ગોવિંદસિંહે લખેલ પત્રના ઉત્તરરૂપે સરસ શબ્દોમાં એક કાગળ થેડીવારમાં લખી નાખ્યો અને ત્યારબાદ પુનઃ પૃથિવીરાજ પાસે આવીને તેને એ કાગળ વાંચવાને આ પૃથિવીરાજે સદરહુ કાગળને વાંચી લીધે અને પિતાને સંતોષ જાહેર કરતાં કહ્યું. “કરમચંદ ! કાગળ બહુ જ સારી રીતે લખેલો છે અને તેથી તેમાં કાંઈ સુધારો કરવા જેવું નથી; માટે તેને પરબીડિયામાં બરાબર બંધ કરીને તમે જાતે જ મહારાષ્ટ્રના ભીલને હાથે હાથ આપજે.”
“બહુ સારું, આપની આજ્ઞા મુજબ અમલ કરીને આપને ખબર આપીશ.” એમ કહી કરમચંદ પૃથિવીરાજ પાસેથી કાગળ લઈને પિતાના આવાસે આવવાને ઓરડાની બહાર નીકળ્યો અને જરા આગળ ચાલ્યા. પરંતુ મસ્તકમાં કાંઈક વિચાર ઉદ્ભવતાં તે પાછો વળીને પુનઃ એારડામાં આવ્યું.