________________
વિજય શાથી મળે છે ?
૯૩
પૃથિવીરાજને તેની ખરી વસ્તુસ્થિતિનું ભાન થતાં તેણે પોતાની ભ્રકુટી ચડાવીને પૂછ્યું. “તમારી વાત સત્ય છે, કરમચંદ ! પરંતુ બાદશાહની નજરકેદમાંથી શું છૂટી શકાય તેમ નથી ? તમે કોઈ ઉપાય બતાવી શકે તેમ છે ?'
કરમચંદે ઉત્તર આપ્યો. “રાજાસાહેબ હું કેટલાય દિવસોથી એ જ વિચાર કરી રહ્યો છું; પરંતુ હજુ સુધી કોઈ પણ ઉપાય મળી આવ્યા નથી.”
“તો પછી આપણે આ સ્થિતિમાં અહીં હાથ-પગ જોડીને કયાં સુધી બેસી રહેશું ?” પૃથિવીરાજે પુનઃ પૂછયું.
“એ વિષે હાલ કાંઈ પણ કહી શકાય તેમ નથી; કેમકે અકબરશાહ જેવા મહાન દક્ષ અને રાજકળાનિપુણ બાદશાહના પંજામાંથી સ્વતંત્ર થવું, એ કાંઈ સરલ કાર્ય નથી; તેમ છતાં તેથી નિરાશ થવાનું પણ કાંઈ પ્રયોજન નથી.” કરમચંદે સત્ય જવાબ આપ્યો.
પૃથિવીરાજે કશો જવાબ ન આપતા મન સેવ્યું.
“રાજાસાહેબ !” કરમચંદે ફરીથી કહ્યું. “જેવી આપને દિલગીરી થાય છે, તેવી મને પણ થાય છે; પરંતુ હાલ તો મનનું સમાધાન ગમે તે પ્રકારે કર્યા સિવાય અન્ય એક પણ ઉપાય આપણી પાસે રહેલ નથી. આપણા થી જો હાલના સંજોગોમાં કાંઈ પણ થઈ શકે તેમ હોય તે તે એટલું જ છે કે મહારાણા પ્રતાપસિંહને પત્ર દ્વારા આપણે આશ્વાસન આપવું અને તેમને પોતાની દઢતા ટકાવી રાખવાને આગ્રહ કરવો.”
બરાબર છે; હાલની સ્થિતિમાં આપણે તેથી કાંઈ વિશેષ કરી શકીએ તેમ નથી. અને તેથી મનનું સમાધાનઃ નિરુપાયે પણ કરવું પડે છે; પરંતુ મહારાણુના પત્રને ઉત્તર ક્યારે લખવાને છે ?” પૃથિવીરાજે કરમચંદના અભિપ્રાયને સ્વીકારીને પૂછયું.
આપ કહે ત્યારે હું લખવાને તૈયાર જ છું.” કરમચંદે જવાબ આયે.
તે પછી આજે જ ઉત્તર લખી નાંખીને આવેલ ભીલને પાછા ગુપ્ત રીતે રવાના કરી દે, એ જ ઠીક છે; કેમ ખરું ને ?” પૃથિવીરાજે કહ્યું.
“હા, એ જ ઠીક છે અને તેથી હું હમણું જ ઉત્તર લખીને આવું છું અને આપ તેને વાંચી લે કે તુરત જ આવેલ ભીલને એ ઉત્તરરૂપી કાગળને આપી રવાના કરી દેશું.” કમમચંદે આસન ઉપરથી ઊભા થતાં કહ્યું.