________________
મેવાડને પુનરુદ્ધાર
“મારે કહેવાને ભાવાર્થ એ છે કે અણજીના પરલોક ગમનને હવે ઘણો સમય થઈ ગયો છે અને તેથી આ૫ ફરીથી લગ્ન કરે, તે શી હરકત છે ?” કરમચંદ પોતાના કથનને ભાવાર્થ કહી બતાવ્યો.
પૃથિવીરાજે એ સાંભળીને વિશ્વાસ મૂકતાં કહ્યું. “કરમચંદ ! તમારું કહેવું ઠીક છે; પરંતુ ફરીથી લગ્ન કરવાને માટે વિચાર નથી; કારણ કે લીલાદેવી જેવી સદ્ગુણી અને સંદર્યવતી પત્ની શું વારંવાર મળવી સહેલા છે ?” .
“રાજાસાહેબ " કરમચંદે ગંભીરતાપૂર્વક કહ્યું. “આ૫નું કથન સત્ય છે કે શ્રીમતી લીલાદેવી જેવાં રાણીજી મળવા, એ સહેલ નથી, પરંતુ આપ તેમના શેકમાં રહીને ફરીથી લગ્ન નહીં કરો તો તેથી એક વખત મૃત્યુ પામેલા રાણીજી જેમ આપને પુનઃ મળવાના નથી, તેમ તેથી આપને શેક પણ ઓછો થવાનું નથીમાટે મારી વિનંતિને સ્વીકાર કરીને આપે ફરીથી લગ્ન કરવું, એ જ આપને માટે શ્રેયસ્કર છે.
“કરમચંદ !” પૃથિવીરાજે દિલગીરી ભરેલા અવાજે કહ્યું. “તમારી મારા પ્રત્યેની લાગણીને માટે હું તમારો ઉપકાર માનું છું; પરંતુ દિલગીર છું કે હું તમારી વિનંતીને સ્વીકાર કરી શકતો નથી.”
“તેમ કરવાનું કાંઈ કારણ?” કરમચંદે પ્રશ્ન કર્યો
“હા, કારણ છે અને તે તમે કયાં જાણતા નથી ? મારી હદયેશ્વરી લીલાદેવી જો કે મૃત્યુ પામી છે અને તે મને પુનઃ મળે એવી આશા રાખવી એ પણ કેવળ મૂર્ખતા છે, તે પણ તેના અસામાન્ય પ્રેમને, તેના ઉચ સદ્દગુણેને, તેની મીઠી વાણીને, તેના અપ્રતીમ રૂ૫-લાવણ્યને અને તેના સદૈવ હસતા મુખાવિંદને હું હજી ભૂલી ગયો નથી. તેને અમર આત્મા કે સ્વર્ગમાં જ વિરાજતા હશે; તો પણ તેની સ્મૃતિરૂપ મૂર્તિ મારા હૃદયમંદિરમાં જ વિરાજે છે અને તેથી તેને તિરસ્કાર કરીને, તેને વિસારી દઈને હું અન્ય સ્ત્રીની સાથે લગ્ન કરવાને તૈયાર નથી. કરમચંદ ! તમે ચતુર અને વિદ્વાન થઈને મને બેટે માર્ગ કાં દેર છે ?” પૃથિવીરાજે કાંઈક આવેશથી જવાબ આપે.
રાજાસાહેબ !” કરમચંદે કહ્યું. “આપને બેટે માર્ગ દેરવાનું મને શું પ્રયોજન છે? હું તો આપને ખરા જ માર્ગે દોરું છું અને એમ કરવું, એ