________________
મેવાડના પુનરુદ્ધાર
પૃથિવીરાજ હવે વિચારમાં પડી ગયા. તેણે કરમચંદના પ્રશ્નનેા કાંઈ પશુ ઉત્તર આપ્યો નહિ.
૯૪
પૃથિવીરાજને નિરુત્તર રહેલા જોઈને કરમચંદે કહ્યું. “કેમ ઉત્તર આપતા નથી રાજા સાઝેબ ?”
કરમચંદ ! હું તમારા પ્રશ્નને વિચાર કરીને જવાબ આપીશ. શહેનશાહ અકબરે પણુ મને ગઈ કાલે પુનઃ લગ્ન કરવાની મિત્રતાને દાવે સલાહ આપી છે અને તેના જવાબ પણ વિચારીને આપવાના છે. ’’ પૃથિવીરાજે કહ્યું.
ત્યારે તા આપે શહેનશાહની સલાહને માન્ય રાખવી પડશે, કેમ ખરુને ?” કરમચંદે જરા હસીને પૂછ્યું',
ઉપરથી મિત્રતાના દાવા કરનારા અને અંદરથી શત્રુતા ધરાવતા શહેનશાહની સલાહને માન્ય રાખવાને હું કૈાઈ પણ રીતે તૈયાર નથી; પરંતુ આ વિષયમાં તમારેા જ્યારે બહુ આગ્રહ છે, ત્યારે મારે અવશ્ય વિચાર કરવા પડશે. હાલ તેા તમે તમને સાંપેલા કામ ઉપર જાએ. દરમ્યાન હું વિચાર કરીને યેાગ્ય જવાબ આપીશ.'
“બહુ સારુ; આપને યોગ્ય લાગે ત્યારે જવાબ આપજો, પરંતુ મારી વિનતિના અસ્વીકાર કરવાનું સાહસ એકદમ કરી નાંખતા નહિં, એવા મારા ખાસ આગ્રહ છે. હું હવે રજા લઉ છુ. અને સાંજે અગર કાલે સવારે આપને મળીશ.” એમ કહી કરમચંદ ચાહ્યા ગયા અને પૃથિવીરાજ કરમચંદે કરેલા આગ્રહ વિષે વિચાર કરવા લાગ્યા.
પૃથિવીરાજે આજપર્યંત ચંપાદેવીને દિપણું ધ્યાનપૂર્વક જોઈ નહોતી અને તેથી તેનું સૌંદર્ય" કેવું છે, તેની કલ્પના સરખી પણુ તેને નહેતી; પરંતુ અત્યારે તેણે તેને બરાબર જોઈ અને તેને જોતાં જ તે આશ્ચર્ય પામી ગયે. તેણે જોયું કે ચંપાદેવી પેાતાની સ્વર્ગસ્થ પ્રિયપત્ની લીલાદેવીથી રૂપમાં જરા પણ ઉતરતી નહેાતી. એ જ લાવણ્યના ભંડાર સરખું મુખ, એ જ સીધી સરલ નાસિકા, એ જ ગુલાખી ગાલા, એ ચંચળ આંખેા, એ જ દાડમની કળીએ જેવી દંત પ ંકિત, એ જ કનકકળશ જેવાં સ્તન, એ જ કમળદડને પણ શરમાવે તેવા નાજુક હાથ, એ જ પાતળા કટીભાગ, એ જ. સ્થૂળ નિતંબપ્રદેશ, એ જ ચંપકવા ૧ દેહલતા અને એ જ ગજ ગામિની ચાલ ! ટુંકામાં કહું તા એ જ