________________
૪૨
મેવાડને પુનરુદ્ધાર
મેવાડને સૂર્ય ક્યારને અસ્ત પામી ગયે હેત અને સમસ્ત રાજસ્થાનમાં અંધકાર વ્યાપી ગયો હતો. ગોવિંદસિંહે ભામાશાહની કાર્ય કુશળતા અને બહાદૂરીની ઘણી જ પ્રશંસા કરેલી છે. છેવટે એ અનુભવી સરદાર લખે છે કે જો કે આ યુદ્ધમાં અમને ભગવાન એકલિંગજીની કૃપાથી વિજય મળે છે; તો પણ અમે નિરાંત કરીને શાંતિથી એક સ્થળે બેસી શકીએ તેમ નથી; કારણ કે પિતાના થયેલા આ પરાજયથી બાદશાહ અકબર ધે ભરાઈને તુરત જ બીજે દૂમલે કરવાને માટે વિશાળ સૈન્યને રવાના કરશે અને તેથી અમારે અમારા બચાવને માટે આ સ્થળને ત્યાગ કરવો પડશે. વળી અમારી પાસેના ઘણાં સૈનિકે યુદ્ધમાં કામ આવી ગયા છે તથા જે જીવતા રહ્યા છે, તેને લાંબા વખત ચાલે એટલું અનાજ વગેરે પણ અમારી પાસે રહેલું નથી. આવી સ્થિતિમાં ભવિષ્યમાં શું થશે, એની કલ્પના અત્યારથી કરવી નિરુપયોગી છે અને તેથી માત્ર ભગવાન એકલિંગજીની કૃપાને ઈચ્છતાં અમે સર્વે આ સ્થળને ત્યાત્રા કરીને તમને આ કાગળ પહોંચશે તે પહેલાં અન્યત્ર ચાલ્યા ગયા હશું.”
કરમચંદ !” પૃથિવીરાજે કાગળનો વત્તાંત સાંભળી લીધા પછી કહ્યું. “કાગળની હકીક્ત સાંભળતાં એક તરફથી આનંદ અને તે જ ક્ષણે બીજી તરફથી દિલગીરીને સાથે અનુભવ થાય છે. મંત્રીશ્વર ભામાશાહના યુદ્ધકોશલ્ય માટે મને બહુ માન હતું જ અને તેમાં તમે કહેલી વાતથી વિશેષ વૃદ્ધિ થયેલી છે. ભામાશાહ એ ખરેખર અલૌકિક પુરુષ છે અને મને ખાતરી છે કે મેવાડને ઉહાર પણ તેના જ હાથે થશે. મહારાણાની દઢતા અને સ્વદેશની સ્વતંત્રતા મેળવવા માટે તેમને ઉત્સાહ જોઈને પણ તેમના માટે ધન્યવાદના શબ્દ મારા મુખમાંથી નીકળ્યા સિવાય રહેતા નથી. આવા રાજા અને આવા મંત્રીને જે દેશ અને જે ભૂમિ ધરાવે છે, તેને ઉદ્ધાર ગમે ત્યારે પણ થયા સિવાય રહેશે નહિ; પરંતુ તેમની અત્યારની દુ:ખી સ્થિતિને અહેવાલ સાંભળીને મને બહુ દિલગીરી થાય છે. શું હું એક ક્ષત્રિય થઈને મારા દુઃખી થતાં જાતિભાઈને કાંઈ સહાય ન કરી શકું? કરમચંદ !”
“અવશ્ય મદદ કરી શકે; પરંતુ જ્યાં સુધી આપ બાદશાહના કેદી છે, ત્યાં સુધી અહીં બેઠા મહારાણુને માત્ર અત્યંત ગુપ્ત રીતે કાગળથી આશ્વાસન આપવા સિવાય બીજુ કાંઈ કરી શકે તેમ નથી.” કરમચંદે
તાથી ઉત્તર આપ્યો.