________________
મેવાડના પુનરુદ્ધાર
મુનિજીવનને સ્વીકાર કરેલા હૈાવાથી તમે ભેટ કરેલી આ સુંદર અને બહુમૂલ્ય વસ્તુઓને લઈને હું... શું કરુ? મારે તેમાંની એક પશુ વસ્તુની જરૂર નથી, તેમ નિઃસ્વાથી જીવનના અંગે તેમા સ્વીકાર પણ મારાથી થઈ શકે નહિ; માટે તમે તેના ઉપયોગ નિરાધાર અને ગરીબ માનવાને અને પ્રાણીઆને બચાવવામાં કરજો એવી મારી ઈચ્છા છે. બાદશાહ અકબરશાહની શુભેચ્છાને માન આપી હું તેમની પાસે જવાને માટે જ વિહાર કરતા કરતા અત્રે આવેલા છું અને તેથી અહી' કેટલેાક સમય વિતાવ્યા પછી હું અહીથી વિહાર કરીને તે તરફ જઈશ; માટે તે દરમ્યાન તેમને મારા વિહાર સબંધી ખબર પહાંચાડવી હોય તેા ખુશીથી પહેાંચાડજો,’’
છે
શાહજીદ્દીનસૂરિજીની નિઃસ્વાર્થ બુદ્ધિ જોઈને ચકિત થઈ ગયા અને તેમની ઘણી જ પ્રશંસા કરી. તેણે કહ્યું, “સૂરિજી! આપના કહેવા મુજબ બાદશાહ સલામતને આપની વિહાર સંબધી ખબર આજે માકલાવીશ; માટે આપને જ્યારે અનુકૂળતા હોય, ત્યારે આપ તેમની હજુર જવાને વિહાર કરજો; ઉતાવળ કરવાની કે તકલીફ ઉઠાવવાની કશી અગત્ય નથી.''
ત્યારબાદ જૂદા જૂદા વિષયેા ઉપર કેટલેાક સમય ચર્ચા ચાલી રહ્યા પછી સૂરિજી પેાતાના નિવાસસ્થાને આવી પહેાંચ્યા. અહમદાબાદમાં કેટલાક દિવસે સૂરીશ્વરે શાંતિપૂર્વક વ્યતિત કર્યા અને તે પછી બાદશાહે માકલેલા અને કમ ચારીઓ સાથે પેાતાના શિષ્ય સમુદાયને લઈ ફત્તેહપુર જવાને તેમણે વિહાર કર્યાં.
*