________________
મેવાડા પુનરુદ્ધાર
શત્રુને જીતવામાં, ચંચળા ઈન્દ્રિયાને વશ કરવામાં, એકાગ્ર ધ્યાને આત્મસ્વરૂપનું ચિંતન કરવામાં, પરમાત્મા મહાવીરના પગલે ચાલવામાં અને દેશનું, સમાજનું અને પ્રાણી માત્રનું કલ્યાણ કરવાની પ્રવૃત્તિમાં જ હું ખરા સુખને જોઈ શકું' છું અને તેથી તે મેળવવાને માટે મેં દીક્ષા ગ્રહણ કરવાના વિચાર રાખ્યા છે.'
re
હીરે પાતાની બહેનની આજ્ઞા મેળવ્યા પછી સંવત ૧૫૯૬, કાર્તિક વદી ૨ ના રાજ આચાર્ય શ્રી વિજયદાનસૂરિ પાસે દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી ગુરુએ તેમનું બુદ્ધિચાતુર્ય તથા તેમના ઉચ્ચ ગુણા જોઈને તેમને દક્ષિણ્યુ પ્રદેશમાં ન્યાયશાસ્ત્રનું અધ્યયન કરવા મેાકલ્યા હતા. ત્યાં તેએ કૈટલેાક સમય રહી ન્યાયશાસ્ત્રમાં પારંગત થઈને પુનઃ પાટણમાં આવી તેમણે પોતાના પાંડિત્યનું દર્શીત કરાવીને પેાતાના ગુરુને પ્રસન્ન કર્યાં. ત્યારબાદ શ્રી વિજયદાનસૂરિ પેાતાના શિષ્યમ`ડળ સાથે વિહાર કરતાં કરતાં નારદપુરમાં આવ્યા અને ત્યાં હીરવિજયને વાયક'ની ઉપાધિ મળી. શ્રી વિજયદાનસૂરિને જેમ જેમ હીરવિજયને પરિચય પડતા ગયા, તેમ તેમ તેમને તેમની ઉત્કૃષ્ટ બુદ્ધિ, તેમનાં ઉચ્ચ ગુણા, તેમનું જ્ઞાન, તેમની નમ્રતા અને તેમની નિરાભિમાન વૃત્તિની ખાર પડતી ગઈ અને તેથી તેઓ તેમના ઉપર બહુ જ પ્રસન્ન રહેતા હતા. નારદપુરમાંથી વિહાર કરી તેઓ કેટલાક સમય વિત્યા પછી સિરાહીમાં આવ્યા અને ત્યાં જ ચાતુર્માસ વ્યતિત કરવાના નિશ્ચય કર્યાં. તેએ ત્યાં ચાતુર્માસ રહ્યા તે દરમ્યાન હીરવિજયની વધુ ચેાગ્યતા જણાતાં તેમને આચાય પદવી આપવાના તેમણે વિચાર કર્યો અને તે માટે સ્થાનીક શ્રી સંધની શી ઈચ્છા છે, તે જાણી લેવાને માટે તેમણે પેાતાના વિચાર સંધ સન્મુખ જાહેર કર્યાં; સિરાહીના સધે તેમના વિચારને ખુશીથી વધાવી લીધા. તે પછી યાગ્ય 'મુદ્દતે હીરવિજયને આચાર્ય પદવી આપવામાં આવી અને ત્યારથી તેએ આચાર્ય શ્રી હીરવિજયસૂરિના નામથી ઓળખાવા લાગ્યા.
ચાતુર્માસ સંપૂર્ણ થયા પછી શ્રી વિજયાનંદસૂરિ અન્યત્ર વિહાર કરી ગયા અને છેવટે તેએ વડલીમાં આવ્યા અને ત્યાં જ કાળધમ ને પામ્યા. શ્રી હીરવિજયસૂરિ પેાતાના ગુરુએ પરલેાક્રગમન કર્યાની ખબર સાંભળતાં જ ખહુ જ દિલગીર થયા; પરંતુ તત્ત્વષ્ટિથી વિચાર કરીને તેએએ પેાતાના મનનું સમાધાન કરી લીધું અને આચાર્ય તરીકેની જવાબદારી ઉપાડી લઈ જૈનશાસનની ઉન્નતિ કરવાના કાર્યમાં જોડાયા. તેએ પ્રથમ ત્રખાવતીમાં આવ્યા,