________________
મેવાડને પુનરુદ્ધાર
ઘટિત સન્માન કરવું એ અમારી ફરજ છે; પરંતુ જો તમે તમારા ક્ષાત્રવટ ધર્મને જાણતા ન હો, તો અમે પ્રજાજને તમને માન આપશું ખરા ! તમે રાજવંશમાં જગ્યા છે. શા માટે ? એટલા જ માટે કે તમારે સર્વગુણસંપન્ન બનીને તથા ક્ષાત્રવટ ધર્મને અનુસરીને પ્રજાનું પાલન અને દેશની સ્વતંત્રતાનું રક્ષણ કરવું અને જો તમે એ પ્રમાણે વર્તે નહિ તે પછી મેવાડ ઉપર તમારો અધિકાર શું કામ ? યુવરાજ ! તમને મારી આ વાત અત્યારે તે વિષ સમાન લાગશે, પરંતુ જો તમે એ વાતેના મર્મને સમજશો અને તદનુસાર તમારું વર્તન રાખશે, તે તમને છેવટે એ વાતે અમૃત સમાન લાગશે અને તો જ તમે ભવિષ્યના મેવાડના અધિપતિ થવાને લાયક થશે. છેવટમાં યાદ રાખજે કુમાર ! કે જો તમે તમારા વિલાસી સ્વભાવ ઉપર વિજય મેળવશે નહિ અને તમારા ક્ષાત્રવટ ધમનું યથાર્થ રીતે પાલન કરશે નહિ, તે મને ખાતરી છે કે તમે મેવાડની સ્વતંત્રતા ગુમાવી દેશે અને મેગલના દાસત્વને સ્વીકારશો. મારાં આ વયને તમારા હૃદય ઉપર બરાબર કતરી રાખજો, એવો ખાસ કરીને મારો આગ્રહ છે.”
- કુમાર અમરસિંહ આ બધો વખત અવનત મુખે ઊભેલે હતો. તેની મુખચર્યાથી સમજાતું હતું કે તેના હૃદયમાં પશ્ચાતાપ થત હશે. ભામાશાહ ઘોડા ઉપરથી નીચે ઉતર્યો અને રણવીરસિંહે પણ તેનું અનુકરણ કર્યું. ભામાશાહે ઘોડા ઉપરથી ઉતરીને કુમારને વિચારગ્રસ્ત સ્થિતિમાં જઈને કહ્યું. કુમાર ! મારા ઉપરના કથનથી જો તમને માઠું લાગ્યું હોય તો માફ કરજે, કેમકે મેં તમને જે કહ્યું છે, તે તમારા હિતની ખાતર જ કહ્યું છે. હવે ચાલે નગરમાં જઈને મહારાણુને શત્રુની હિલચાલની ખબર આપીએ.”
આગળ ભામાશાહ અને પછવાડે અમરસિંહ અને રણવીરસિંહ, એ પ્રમાણે તેઓ નગર તરફ ચાલ્યા. માર્ગમાં કેઈએ કાંઈ પણ વાત કરી નહિ,
ડીવારમાં તેઓ નગરમાં આવી પહોંચ્યા અને મહારાણા પ્રતાપસિંહને મળ્યા. ભામાશાહ પ્રતાપસિંહને શત્રની હિલચાલની સવિસ્તર ખબર આપી અને તે સાંભળી લીધા પછી પ્રતાપસિંહે કહ્યું “મોગલે આપણને અહીં પણ સુખે બેસવા દે, એવો સંભવ નથી અને મારી એ ધારણા તમે આપેલા સમાચારથી આજે સત્ય નીવડી છે; પરંતુ મંત્રીશ્વર ! હવે આપણે શું કરવું ?'
ભામાશાહે તુરત જ જવાબ આપે. “કરવું, એ આપ કયાં નથી જાણતા ? અત્યારે આપણી પાસે જેમ કોઈ પણ પણ પ્રકારની યુદ્ધ સામગ્રી