________________
મેવાડને પુનરુદ્ધાર
ક્ષણવાર રહી પ્રતાપસિંહે પિતાના હાથમાં પકડેલા ભાલાને જમીન ઉપર બરાબર ટેકવીને કહ્યું. “બહાદૂર વીરો ! મને કહેવાને આનંદ થાય છે કે આજે પુનઃ આપણને આપણી જનની જન્મભૂમિની સ્વતંત્રતાના રક્ષણને માટે શત્રુઓ સાથે યુદ્ધ કરવાને અલભ્ય અવસર પ્રાપ્ત થયે છે; જે કે આજસુધીના પ્રત્યેક યુદ્ધમાં આપણે પરાજય થતું આવ્યો છે, તો પણ આપણે આપણું હૃદયમાં નિરાશાને સ્થાન આપ્યું નથી અને સંપૂર્ણ હિંમત અને બહાદૂરીથી આપણે આપણે બચાવ કરતા આવ્યા છીએ. આ વખતના યુદ્ધમાં પણ તમે સર્વ પૂર્વના જેવું જ પરાક્રમ કરી બતાવશે, એવી હું આશા રાખું છું. આથી વિશેષ પ્રોત્સાહન અને આગ્રહની તમને જરૂરી આત હોય, એમ હું માનતો નથી; કેમકે તમે તમારા ધર્મને બરાબર સમજે છે અને તમારી ભૂમિ, તમારા સમાજ અને તમારા ધર્મનું રક્ષણ કરવાને માટે તમે આતુર છે, એવી મારી ખાતરી હેવાથી હું તમને વિશેષ પ્રસાહન ન આપે તે એ સર્વથા સ્વાભાવિક જ છે. છેવટે, મારું શરીર સરદારે અને બહાદુર સૈનિકે! ભગવાન એકલિંગજીની ખરા હૃદયથી પ્રાર્થના કરો કે જેથી આપણને આપણું કાર્યમાં સફળતા મળે.”
પિતાના મહારાણાની નેહસૂચક આજ્ઞાનુસાર સર્વ સરદારો, સૈનિકાએ અને ભલેએ પિતાનાં વિવિધ હથિયારો નમાવીને ભગવાન એકલિંગજીની ક્ષણવાર મનમાં પ્રાર્થના કરી લીધી અને ત્યારબાદ પ્રતાપસિંહને દૂકમ થતાં તેઓ સર્વે યુદ્ધને માટે યોગ્ય સ્થળે જવાને આગળ વધ્યા. મધ્યાહને સમય થયે તે પહેલાં પ્રતાપસિંહે પોતાના નાના લશ્કર સાથે ચપન પ્રદેશમાંહેના
ગ્ય સ્થળે આવી પહોંચ્યા અને ત્યાં લશ્કરને યોગ્ય હોલમાં ગોઠવીને તથા લશ્કરની મુખ્ય સરદારી કુમાર અમરસિંહને આપીને મોગલ સૈન્યની રાહ જોવા લાગ્યો. ક્ષણવારમાં મોગલ સૈન્ય સામી બાજુએ આવી પહોંચ્યું અને આવીને ઊભું રહેતાં જ બને સૈન્ય વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ ગઈ. મેગલે અને રાજપૂતો સામસામા આવીને તલવાર અને ભાલાથી એકબીજા ઉપર પ્રહાર કરવા લાગ્યા અને લાગ મળતાં જ એકબીજાનાં મરતકાને ધડથી જુદાં કરવાનું ચૂકતા નહોતા. રાજપૂત સૈનિકે મેદોન્મત્ત થઈને યુદ્ધકાર્યમાં પ્રવૃત્ત થયેલા હતા અને વિશેષમાં ચાલાક ભીલો બને અને પત્થરને વરસાદ વર્ષાવતા હતા; તો પણ મોગલ સૈનિકેની હરોલમાં ભંગાણ પડે તેમ નહોતું; કેમકે તેની સંખ્યા એટલી બધી વિશાળ હતી કે થેડાક હજાર રાજપૂત અને