________________
મેવાડને પુનરુદ્ધાર
છું. તમે જ્યાં સુધી મારા સામર્થ્યને જાણ્યું નથી, ત્યાં સુધી જ તમે બેદરકાર છે; પરંતુ જ્યારે જાણશે, ત્યારે જ ખબર પડશે કે દુનિયાની સપાટી ઉપર ફરિનાં નામક એક શેરમર્દ હયાતી ધરાવે છે.”
પ્રતાપસિંહે હસીને કહ્યું. “વાહ, વાહ ખાંસાહેબ! તમે ભાષણ તે સારું કરી જાણે છે, પરંતુ તમને આટલું તે યાદ જ હશે કે યુદ્ધના મેદાનમાં શબ્દની કશી પણ કિંમત નથી. યુદ્ધમાં તે બળવાન હાથનું જ કામ છે. માટે મિથ્યા પ્રલાપને ત્યાગ કરી મર્દ હો તો સામા ચાલ્યા આવે; પ્રતાપસિંહ તમારા જેવા માનનીય પુરુષનું યોગ્ય સન્માન કરવાને તૈયાર જ છે.”
પ્રતાપસિંહના ઉપર્યુક્ત વચને સાંભળી ફરિદખાને મિજાજ હાથમાં ન રહ્યો. તે કેધાંધ થઈને એકદમ તેની ઉપર ધસી આવ્યું. બન્ને વચ્ચે તુમુલ યુદ્ધ મચ્યું અને કણ ને હરાવશે, એ બન્નેની યુદ્ધકાર્યની દક્ષતા જોઈને કહી શકાય તેમ નહોતું. એક કલાક પર્યત આ પ્રમાણે તેઓ વચ્ચે યુદ્ધ ચાલ્યું, પરંતુ બેમાંથી એક પણ થાકે તેમ નહોતું. પ્રતાપસિંહે હવે વિચાર્યું કે ફરિદખાં સામાન્ય પુરુષ નથી, એટલે તેણે પોતાના ઘડાને અચાનક એડી મારીને એવા તે જોરથી કુદાવ્યું કે તે ફરિંદખાનાં ઘોડાની અત્યંત પાસે જઈ પહોંચે. બરાબર તે જ ક્ષણે પ્રતાપે પિતાને તેજદાર ભાલે લાગ જોઈને જોરથી ફરિદખાંની છાતીમાં ઘાંચી દીધે. ફરિદખાએ પહેરેલું બખ્તર તૂટી ગયું અને ભાલે તેની છાતીમાં પેસી જતાં તે ઘડા ઉપરથી ઉછળીને નીચે પડી ગયો અને પડતાં જ તેને પ્રાણ ખુદાની હજુરમાં પ્રયાણ કરી ગયે. ચંદ્રસિંહ કે જે અત્યારસુધી આ ઉભયનું યુદ્ધ જેતે સામે ઊભો હતો તે આ સ્થિતિ નિહાળીને એકદમ પ્રતાપ ઉપર ધસી આવ્યો અને તેના મસ્તક ઉપર પિતાની તલવારને સખત ફટકે લગાવ્ય. ચંદ્રસિંહના આ ફટકાથી મેવાડને. સૂર્ય તુરત જ અસ્ત પામી જાત; પરંતુ મેવાડને ભાગ્યરવિ ભામાશાહ ભાગે એકદમ પિતાને ઘોડો દોડાવતો ત્યાં આવી પહોંચ્યો અને ચંદ્રસિંહની તલવારના ઘાને પિતાની તલવાર ઉપર ઝીલી લીધો. ચંદ્રની તલવાર ભામાશાહની તલવાર સાથે અથડાતાં ભાંગી ગઈ અને ભાંગેલો કટકે ખણખણાટ કરતે દૂર જઈને પડે. આ દરમ્યાન પ્રતાપસિંહ ફરિદખાની છાતીમાંથી પિતાનો ભાલો પાછો ખેંચી કાઢીને સાવધ થઈ ગયો હતો અને તે તુરત જ ચંદ્રસિંહ ઉપર ધસી ગયે અને તેના ઘડાને એવો તે જોરથી ભાલે માર્યો કે તે પિતાને જીવ લઈને યુદ્ધ ભૂમિમાંથી પલાયન થઈ ગયો. મેગલ સૈનિકે કે જેઓ અત્યાર સુધી