________________
મેવાડને પુનરુદ્ધાર
આ યુહમાં આપણું ઘણું સૈનિકે માર્યા ગયા છે અને કેટલાક ઘાયલ પણ થયેલા છે. માટે તમે ઘાયલ થયેલા સૈનિકોની દવાદારૂ કરાવવાની ગોઠવણ કરે અને હું તથા કુમાર અમરસિંહ નગરમાં જઈએ છીએ. વળી રણવીરસિંહ ખબર લાગે છે કે કર્મસિંહ સખત રીતે ઘાયલ થયેલ છે અને તેને નગરમાં લઈ જવામાં આવ્યો છે; તેથી તમે ઘાયલ થયેલા સૈનિકો માટે એગ્ય વ્યવસ્થા કરી તુસ્ત જ આવજો.” પ્રતાપસિંહ એ પ્રમાણે કહીને કુમાર અમરસિંહ. સાથે ત્યાંથી ચાલ્યા ગયે અને ભામાશાહ રણવીરસિંહને લઈ ઘાયલ થયેલા સેનિલની વ્યવસ્થા કરવામાં ગુંથાય.