________________
પ્રકરણ ૧૩મું
વ્રતના પ્રભાવ દ્વિતીય પ્રકરણમાં ચંપાને મૂછીંગત અવસ્થામાં છેવટે છોડી દીધા પછી લગભગ વર્ષ ઉપરાંત જેટલો સમય પસાર થઈ ગયો છે. આ સમય દરમ્યાન પ્રેમમયી ચંપા પિતાના પ્રેમપાત્ર વિજયને જ કેવળ વિચાર કરતી હતી. રાતદિવસ તેને વિજયનાં જ સ્વપ્નમાં આવતાં હતાં. ખાતાં, પીતાં, સૂતાં, બેસતાં અને હાલતાં ચાલતાં એને વિજયનું જ સ્મરણ થતું હતું. પ્રેમને મહિમા એ જ છે. જેના હદયમાં પ્રેમને જન્મ લે છે, તેની સ્થિતિ અવશ્ય વિચિત્ર બને છે અને તેથી તેમાં આશ્ચર્ય પામવાનું કશું પ્રયોજન નથી. વિજયથી છુટા પડયાને એક વર્ષ અને ત્રણ માસ જેટલો સમય વ્યતિત થઈ ગયા હતા, પરંતુ તે સમય દરમ્યાન ચંપાને વિજયના કશા સમાચાર મળ્યા નહતા. તથા તે ક્યાં ગયો અને તેનું શું થયું, એ વિષે તે કશું પણ જાણતી નહોતી. તેણે પિતાની દાસીઓ દ્વારા ઘણુ શેધ કરાવી હતી, પરંતુ આગ્રા જેવા વિશાળ રાજનગરમાં તેને પત્તેિ મેળવવાનું કાર્ય બહુ જ મુશ્કેલ હતું. અને તેથી આજપર્વત તેને કાંઈ પણ સમાચાર નહિ મળવાથી તે બહુ જ દિલગીર રહેતી હતી. ચંપાની ચંપકવણું ય દેહલતા કરમાઈ ગઈ હતી. તેનું સુંદર મુખકમળ પ્લાન બની ગયું હતું, તેની વિશાળ આંખે ઊંડી પિસી ગઈ હતી અને તેની શારીરિક અને માનસિક અવસ્થા વિચિત્ર પ્રકારની થઈ ગઈ હતી. ચંપાની આવી સ્થિતિ થવાનું કારણ તેના વહાલા વિજયને વિયોગ એ જ હતું.
| મધ્યાન્હને સમય હતો અને જે કે તા૫ સપ્ત પડતો હત; તે પણ ચંપાના ઓરડામાં શીતળતાને અનુભવ થતો હતો. સર્વાગ સુંદરી ચંપા એારડામાં બેઠી બેઠી એક પુસ્તકનું અધ્યયન કરી રહી હતી. ચંપાની અવસ્થા નાની હતી, પરંતુ તેણે વ્યાવહારિક તથા ધાર્મિક શાસ્ત્રને સારો અભ્યાસ કરેલો હતો અને તેથી તેને ધાર્મિક વિષયનાં ઉચ્ચ કોટીનાં પુસ્તકો વાંચવામાં બહુ જ આનંદ આવતા હતા. ચંપાએ સદરહુ પુસ્તકમાંથી નીચેને ક વાંચ્યાઃ
वन्हिस्तस्य जलायते जलनिधिः कुल्यायते तत्क्षणान्मेरूः स्वल्पशिलायते मृगपतिः सधः कुरंगायते ।