________________
- પ્રકરણ ૧૪મું
ક્ષાત્રવટ “રહે પ્રજા ધન યત્ન સે જ બાંકી તરવાર,
સો ફલ કે ન લે સકે, જહાં કટીલી ડાર.” મહારાણા પ્રતાપને પુત્ર કુમાર અમરસિંહ ચાંડ નગર પ્રતિ નીચી નજરે અને ધીમા પગલે ચાલ્યો જાતે હતો. તેના હૃદયમાં આ સમયે તેની પ્રિયતમ રૂકિમણીના વિચારો ઘોળાતા હતા. અમરસિંહ પ્રેમી હતા; તે રૂકિમણને પોતાના શુદ્ધ હૃદયથી ચાહતો હતો અને તેથી તે તેના મિલનને માટે અત્યાર પહેલાં બહુ જ આતુર રહેતા હતા, મેવાડને પુનરુદ્ધાર ન થાય
ત્યાં સુધી પ્રતાપસિંહે સર્વ ભેગ-વિલાસને પિતે ત્યાગ કર્યો હતો અને પિતાના પરિવારનાં સગાંઓને અને આત્મીય સરદારોને પણ તેને ત્યાગ કરવાની ફરજ પાડેલી હતી અને તેથી પ્રેમી યુગલે એકાંતમાં મળીને પ્રેમચેષ્ટા કરવાનું સાહસ કરી શકતાં નહોતાં. જો કે અમરસિંહના હૃદયમાં આ વાત ઘણી ખૂંચતી હતી; કેમકે તે પ્રેમી અને વિલાસી હતા; તે પણ મહારાણાની ધાકથી તે રૂકિમણીને મળવાનું ઉચિત માનતો નહોતો. આજે રુકિમણું સાથે તેનું જે મિલન થયેલું હતું, તે અગાઉથી કરી રાખેલા ગુપ્ત સંકેતનું આ પરિણામ હતું. અમરસિંહ ચૂડ નગર તરફ જતાં જતાં રુકિમણીના સંદર્યના, તેની મીઠી વાણીના અને તેના આકર્ષક વર્તનના જ વિચારો કરતો હોવાથી આસપાસના પ્રદેશનું તેનું કશું પણ ભાન નહોતું. એક મસ્ત માણસની જેમ આનંદ-લહરીમાં ઝુલતા ઝુલતો ચાલ્યો જતો હતો.
આ સમયે બે ઘોડેસ્વારો પિતાના દૂધેડા જોરથી દેડાવતા કુમારની પાછળ આવતા હતા, ઘેડાની ખરીઓને અવાજ નજીક અને નજીક સંભળાતે હતે; પરંતુ પ્રેમસાગરમાં ગોથાં ખાતાં અમરસિંહને તેનું ભાન નહોતું; તે તો જેમને તેમ નીચી નજરે ચાલ્યો જતો હતો. ઉભય ઘેડેસ્વારો ક્ષણવારમાં અમરસિંહની અત્યંત નજીક આવી પહોંચ્યા અને તે માંહેના એકે કુમારનું નામ લઈને તેને બોલાવ્યો, ત્યારે જ તે ઊભો રહ્યો અને તેમની સામે જોઈ રહ્યો. આ બન્ને ઘડેસ્વારોમાં એક મંત્રી ભામાશાહ હતો અને બીજે કુમારને મિત્ર રણવીરસિંહ હતો,