________________
મેવાડના પુનરુદ્ધાર
અન્ય યુવકને હું લાયક ગણતી નથી.
થાનસિંહે પોતાના આસન ઉપરથી ઊઠીને ચંપાના મસ્તકે પ્રેમપૂર્વક હાથ ફેરવતાં ફેરવતાં કહ્યું. “પ્રિય પુત્રી! તારે દૌર્ય અને તારી એકનિષ્ઠા જોઈને હું બહુ જ ખુશી થયો છું. તને ખુશખબર કહેવાને માટે જ હું અત્યારે અહીં આવ્યો છું; પરંતુ તે કહેતાં પહેલાં તારી પરીક્ષા કરવાની મારી લાલચને રોકી નહિ શકવાથી જ મેં તેને વિપરીત પ્રશ્નો પૂછીને દુઃખી કરી છે. હવે તું તારા દિલના દુઃખને દૂર કર અને હું જે ખુશખબર લાવ્યો છું તે પ્રસન્ન થઈને સાંભળ. ચંપા ! વિજયને અહીથી રજા આપ્યા પછી તેના વિયેગથી તને ઉપજતું દુઃખ જોઈને મને મારી ભૂલ સમજવામાં આવી હતી અને તેથી તેને પુનઃ સુખી કરવાની ઈચ્છાથી હું વિજયની ગુપ્ત રીતે શિધ કરાવતો હતો. બહુ પ્રકારે શોધ કરાવ્યા પછી આજે મને તેની ખબર મળી છે. શહેનશાહના મિત્ર ફૌજી પ્રભાતમાં આપણું આવાસે આવ્યા હતા અને તેણે જ તેને પત્તો મેળવી આપે છે. તેણે શરૂઆતની કેટલીક હકીક્ત ગુપ્ત હોવાથી મને કહી નથી, પરંતુ છેવટેની જે હકીકત કહી છે; તે એ છે કે વિજય કઈ કારણથી શહેનશાહની કૃપા સંપાદન કરીને દિવાન ટોડરમલ્લના તાબામાં અધિકાયુકત સારી પદવી મેળવી શકે છે. વ્રતને પ્રભાવ મહાન છે અને આ રીતે આ તારું વ્રત સફળ થયેલું જોઈને મને બહુ જ આનંદ થાય છે. તે આદરેલું વ્રત આવતી કાલે સંપૂર્ણ થતું હોઈ તેના ઉથાપનને ઉત્સવ પણ આવતી કાલે જ ઉજવવાનું છે, તે વખતે વિજયને માનસહિત આપણું આવશે તેડી લાવશું અને પછી ગ્ય
અવસરે તારું લગ્ન તેની સાથે કરવાની ગોઠવણ કરીશ; માટે પુત્રી ! સર્વ ચિંતાને ત્યાગ કરીને ખરા આનંદને હવે અનુભવ કર.”
થાનસિંહે ઘરના સ્ત્રીવર્ગમાં વિજ્ય સંબંધી ખુશખબર આપી કે તરત જ ચંપાની માતા, તેની ભાભી અને તેની સખીઓ ચંપાના ઓરડામાં આવી પહોંચ્યાં અને ચંપાના હર્ષમાં સર્વ સામેલ થયાં. સમવયની સખીઓ ચંપાની મીઠી મશ્કરી પણ કરવાનું ચુકતી નહોતી અને ચંપા તેના પ્રત્યુત્તરમાં માત્ર મંદ મંદ હસતી હતી. ક્ષણવાર પહેલાં ચંપાના ઓરડામાં જે શાકને સામ્રાજ્ય પથરાયેલું હતું, તેના બદલે હવે આનંદની ઊર્મિઓ ઉછળવા લાગી.. ઉત્તમકુળની, શીલવંતી અને સુરસુંદરીઓ સમાન લલિત લલનાઓ એકત્ર થાય, ત્યાં મંદ હાસ્ય, મીઠી મશ્કરી અને નિર્દોષ આનંદનું સામ્રાજ્ય છવાઈ જાય તેમાં શું આશ્ચર્ય ?