________________
વ્રતને પ્રભાવ
૭૩
व्याला माल्यगुणायते विषरसः पीयूषवर्षायते,
यस्यांगेऽखिललोक बल्लभतम' शील समुन्मीलति ॥ ઉપર મુજબ લોક વાંચીને તેણે તેને અર્થ વિચારવા માંડઃ
“જેનાં શરીરમાં સર્વલોકપ્રિય એવું શીલ રહેલું છે, તેની પાસે અગ્નિ જળ સમાન, સમુદ્ર ખાબોચિયા સમાન, મેરૂ પર્વત નાની શિલા સમાન, સિંહ હરણ સમાન, સર્પ પુષ્પની માળા સમાન અને વિષ અમૃત સમાન બની જાય છે.”
અહા ! શીલને કેટલો બધે મહિમા શાસ્ત્રકારોએ બતાવ્યો છે? મનુષ્ય જે પોતાના શીલનું રક્ષણ કરતા હોય, તો તેઓ આ લોકમાં સંપૂર્ણ સુખ ભોગવી છેવટે મોક્ષના અધિકારી બને છે સ્ત્રી જાતિમાં શીલનો ગુણ સર્વોત્તમ ગણાય છે. એ અક્ષરશઃ સત્ય છે. અને જે સ્ત્રીઓ તેનું યથાર્થ પણે પાલન કરે છે, તેઓ દેવી સ્વરૂપા જ કહેવાય છે. પિતાજીને વિચાર મારું લગ્ન કોઈ ઉચ્ચ અધિકાર યુક્ત અને શ્રીમંત યુવક સાથે કરવાને છે; પરંતુ મેં મારું સર્વસ્વ સંકલ્પથી વિજયને સ્વાધિન કર્યું છે. તે શું અન્યનું થઈ શકે ખરું? કદિ નહિ અને જો તેમ થાય તે મારા શીલને શું ભંગ થતો નથી? થાય છે અને તેથી આ શરીર, મન અને આત્મા એ ત્રણેને સ્વામી એક માત્ર વિજય જ છે, એ મેં જે સંકલ્પ કર્યો છે, તેને ગમે તે ભોગે હું વળગી રહેવાને તૈયાર છું.” ચંપાએ એ પ્રમાણે નિશ્ચય કર્યો અને તેથી તેના બળતા હૃદયને ક્ષણવાર શાંતિનો અનુભવ થયે; પરંતુ તેને પાછો તુરતજ વિચાર થશે અને તેનાથી મોટા સ્વરે બોલી જવાયું. “પરંતુ વિજયને પત્તો નથી, એનું શું કરવું ? તે કયાં હશે અને તેનું શું થયું હશે ?”
“એટલા માટે જ હું તને કહું છું કે ચંપા ! તું તેની આશા હવે મૂકી દે અને કઈ લાયક યુવકની સાથે લગ્ન કરીને સુખી થા.” થાનસિંહ શેઠ ચંપાનું છેવટનું વાકય સાંભળીને તેને ઉત્તર આપતા એરડામાં દાખલ થયા.
ચંપા શરમાઈ ગઈ અને શરમથી તેણે નીચું જોઈ લીધું.
થાનસિંહ ચંપાની સામે પડેલા આસન ઉપર બેસતાં બેસતાં કહ્યું, “ચંપા ! શા માટે શરમાય છે ? મારું કથન શું તને મેગ્ય લાગતું નથી ?”
ચંપાએ સહેજ ઊંચું જોઈને તથા પિતાનાં કમળ સમાન નેત્રાને વિકસિત કરીને કહ્યું. “પિતાશ્રી ! આપની સન્મુખ શરમને ત્યાગ કરું છું, તે માટે મને ક્ષમા આપજે. આ૫નું કથન 5 જ છે; પરંતુ વિજય સિવાય