________________
મેવાડને પુનરુદ્ધાર
પુને બહુ જ સારી રીતે ભણાવીને વિદ્વાનૂ બનાવ્યા હતા. પરંતુ તેઓ તેમના પિતાની જેમ ઈસલામ ધર્મ ઉપર કેટલેક અંશે અશ્રદ્ધાળુ બની ગયા હતા અને તેથી કટ્ટર મુસલમાનેએ તે ત્રણેને ઈગ્ય દંડ દેવાને માટે અકબર બાદશાહને બહુ સમજાવ્યા હતા, પરંતુ અકબર વિચારશીલ અને વિકી હતો. એટલે તેમની સલાહથી ભોળવાઈ ન જતાં તે ઉભય બંધુઓની અપૂર્વ વિદત્તાની યોગ્ય કદર કરીને તેમને પોતાના દરબારમાં તેણે રાખી લીધા હતા. ફેજી વિદ્વાન અને પ્રતિભાશાળી કવિ હતા તથા સુફી તત્ત્વયુકત કવિતા બનાવતો હતો. તેને ના ભાઈ અબુલફજલ ઘણે જ ઈમાનદાર હતા. તેના હદયમાં વીરતા અને વિચારમાં સ્વચ્છંદતા હતી. તેણે આઈન-ઈ-અકબરી અને અકબરનામાદિ ઐતિહાસિક ગ્રંથે પણ લખેલા છે, કે જેની સહાયથી અકબરના સમયના ઈતિહાસનું સારું જ્ઞાન મળી શકે છે. અકબર આ ઉભય બંધુઓ ઉપર ઘણી જ પ્રીતિ રાખતો હતે; પરંતુ તેના દરબારના અન્ય મુસલમાને અને તેમાંથી ખાસ કરીને શાહજાદો સલીમ તથા અબદુલકાદર એ બને જણ તે બંને ભાઈઓને ધિક્કારતા હતા અને તેમના ઉપર ખાનગી વેર પણ રાખતા હતા.
સમ્રાટ અકબરના રાજઅમલમાં પિતાના અંતઃપુર નિવાસિની સ્ત્રીઓને ગ્ય કેળવણી મળી શકે એવો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. શહેનશાહ, અકબરે પિતાના રાજમહેલમાં જ સ્ત્રી કેળવણુ માટે કેટલોક ભાગ અલગ કાઢી આપેલ હતો આ ભાગમાં શાહજાદી આરામબેગમ અન્ય શાહજાદીઓ તથા બેગમ સાથે અભ્યાસ કરતી હતી. તે ઘણું જ દૂશિયારી અને બુદ્ધિમતી હતી તથા તેને તત્ત્વજ્ઞાન મેળવવાને શોખ હોવાથી પોતાના બાબાને કહીને તત્ત્વજ્ઞ ફોજીને પિતાને શિક્ષક નિયત કાવ્યો હતે. ફૌજી નિયમિત સમયે શાહજાદી આરામબેગમને અભ્યાસ કરાવવા આવતા હતા. તે શાહજાદીની અભ્યાસ પ્રતિ પ્રીતિ જોઈને તેને પોતાની પુત્રી સમાન ચાહતે હતો અને ઘણું જ સ્નેહથી તેને તત્વજ્ઞાન વિષય સમજાવતો હતો. હું એ વિશેષમાં કાશીમાં એક સંન્યાસીના આવાસે ગુપ્ત વેશે હિન્દુધર્મને તથા જૈનધર્મને પણ સારી રીત અભ્યાસ કરેલ હતું અને તેથી તે ધર્મોના સિદ્ધાંત શાહજાદીને જ્યારે સમજાવ ત્યારે તે બહુ જ ધ્યાનથી સાંભળતી હતી. જૈનશાસ્ત્રના શ્રવણથી શાહજાદી જૈન ધર્મ અને જૈનીઓની પક્ષપાતી બની હતી અને તેથી જ તે વિજયને એક જૈન યુવક જાણવા છતાં પણ તેના ઉપર આશક થઈ હતી,